ભોપાલ : મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. અહીં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓના એક જુથ પૈકીની એક માદા ચિત્તા માતા બની છે. માદા ચિત્તાએ એક સાથે ચાર બચ્ચાઓનો જન્મ આપ્યો છે. આ અંગે પર્યાવરણ મંત્રીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટની સાથે એક તસવીર શેર કરતા ભુપેન્દ્ર યાદવે લખ્યું કે, અમૃતકાળ દરમિયાન આપણા વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક મહત્વપુર્ણ ઘટના સામે આવી છે. મને જણાવતા આનંદ થાય છે કે, વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારત લવાયેલા ચિત્તાઓ પૈકી એક માદા ચિત્તાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
રાજા મહારાજાઓ અને અંગ્રેજોના કારણે પ્રાણી વિલુપ્ત થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિત્તા ભારતમાં પણ જોવા મળતા હતા. જો કે રાજા મહારાજાઓ અને ત્યાર બાદ અંગ્રેજોના શિકાર કરવાના શોખના કારણે 1952 બાદ ચિત્તાઓ વિલુપ્ત થઇ ગયા હતા. જેના પગલે સરકાર દ્વારા ચિત્તાઓને ફરી ભારતમાં વસાવવા માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત 7 દાયકા બાદ ચિત્તાઓને દેશમાં વસાવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લો ચિત્તો 1947 માં છત્તીસગઢના જંગલોમાં મૃત્યુ પામ્યો હતો. આ પછી આ પ્રજાતિને 1952 માં વિલુપ્ત જાહેર કરી દેવાઇ હતી.
પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ખુશી સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભુપેન્દ્ર યાદવના ટ્વીટને ખુબ જ શુભ સમાચાર લખીને રિટ્વિટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ એક માતા ચિત્તા સાશાનું બિમારીના કારણે મોત નિપજ્યું હતું. જો કે આ કિડની તેની આવતા પહેલાથી જ બિમાર હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT