અમદાવાદ : ભારતે ત્રીજી T20 મેચમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે અને શ્રીલંકાને 91 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો. જેણે સદી ફટકારી હતી. હવે બંને ટીમો વનડે શ્રેણીમાં ભાગ લેશે.
ADVERTISEMENT
પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રીલંકાને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 9 છગ્ગા અને સાત ચોગ્ગા સામેલ હતા. ત્યારે શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે ભારતે શ્રેણી 2-1થી શ્રેણી કબજે કરી છે.
રાજકોટની ધરતી પર રમાયેલી કરો યા મરો જેવી કટોકટીવાળી અંતિમ ટી20માં ભારતના સૂર્યકુમાર યાદવે સૌથી વિસ્ફોટક સદી ફટકારીને શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરી હતી. સૂર્યકુમારની વિસ્ફોટક સદીને કારણે ભારતે શ્રીલંકાને 229 જેવો મોટો સ્કોર આપીને તેમની જીત મુશ્કેલ બનાવી મૂકી હતી. સૂર્યકુમારે માત્ર 45 બોલમાં તાબડતોબ સદી ફટકારી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. સૂર્યકુમાર યાદવે 51 બોલની પોતાની ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 9 છગ્ગા આવ્યા હતા. સૂર્યાની તોફાની ઈનિંગ સાથે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે.
229 રનના મોટા ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ સંપૂર્ણ રીતે બેકફૂટ પર દેખાતી હતી અને સતત વિકેટો ગુમાવતી રહી હતી. શ્રીલંકા તરફથી દાસુન શનાકા અને કુસલ મેન્ડિસે સૌથી વધુ 23-23 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT