ભરઊંઘમાં પત્નીએ 'જીજાજી'નું નામ લેતા પતિનો પિત્તો છટક્યો, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

ઉત્તર પ્રદેશના રામપુર (Rampur) માં પત્નીએ ઊંઘમાં તેના 'જીજાજી'નું વારંવાર નામ લેતા હોબાળો મચી ગયો.

ઊંઘમાં બબડવાની ટેવ પત્નીને ભારે પડી

Uttar Pradesh's Rampur

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પત્નીએ ઊંઘમાં 'જીજાજી'નું વારંવાર નામ લેતા હોબાળો

point

પતિએ પત્ની પર ગંભીર આરોપ લગાવી માર્યો માર

point

પોલીસે બંનેને સમજાવીને ઘરે પરત મોકલી દીધા

ઉત્તર પ્રદેશના રામપુર  (Rampur) માં પત્નીએ  ઊંઘમાં તેના 'જીજાજી'નું વારંવાર નામ લેતા હોબાળો મચી ગયો. પતિએ પત્ની પર ગંભીર આરોપ લગાવીને તેને ઢોર માર માર્યો. તો બીજી બાજુ પત્નીનું કહેવું છે કે તેને કોઈ ડરામણું સપનું આવ્યું, જેના કારણે તેણે જીજાજીનું નામ લીધું હશે. જ્યારે બંને વચ્ચે તકરાર વધી ગઈ તો બંને પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોલીસે બંનેને સમજાવીને ઘરે પરત મોકલી દીધા. 

6 મહિના પહેલા જ થયા હતા લગ્ન

આ ઘટના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. જ્યાં એક યુવકના લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. યુવકનો આરોપ છે તેની પત્ની સૂતી વખતે ઊંઘમાં હંમેશા તેના જીજાજી (યુવકના સાઢુ)નું નામ લે છે. આ ઘટના રવિવારની છે, જ્યારે મોડી રાતે બંને પોતાના ઘરમાં સૂતા હતા. રાતે લગભગ 12  વાગ્યે પત્ની તેના જીજાજીનું નામ લેવા લાગી. 

પત્ની પર ગંભીર આરોપ લગાવી માર્યો માર

પત્ની પાસેથી વારંવાર જીજાજીનું નામ સાંભળ્યું તો પતિએ હોબાળો શરૂ કરી દીધો. પત્ની પર ગંભીર આરોપ લગાવીને પતિ તેને માર મારવા લાગ્યો. અવાજ સાંભળીને આસપાસના તમામ લોકો એકઠા થઈ ગયા. પતિએ સાઢુ પર ગંભીર આરોપ લગાવીને પત્ની પર ગંભીર આરોપ લગાવ્યો. જ્યારે પત્નીનું કહેવું હતું કે મને ડરામણા સપના આવે છે. સપનામાં મેં મારા જીજાજીનું નામ લીધું હશે. 

પોલીસે બંનેને મોકલીને પરત મોકલી દીધા 

જે બાદ સવાર થતાં જ બંનેએ એકબીજાના પરિવારજનોને એકઠા કર્યા અને તેઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો પતિ-પત્નીને પોલીસ સ્ટેશન બોલાવવા આવ્યા હતા. પોલીસે બંનેને સમજાવીને ઘરે મોકલ્યા. 

    follow whatsapp