નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ઇન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઇ ગયો હતો. આ માહિતી સામે આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. ડીજીસીઆઇ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવાયા હતા. કોલકાતાથી આવેલું પ્લેન દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેની ટેલ જમીન સાથે અથડાઇગઇ હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી.
ADVERTISEMENT
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અનુસાર ઇન્ડિગોની ફ્લાઇ A321-252NX (Neo) એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન કરી હતી. જો કે લેન્ડિંગ સમયે તેની ટેલ( પાછળનો હિસ્સો) જમીન સાથે અથડાઇ ગયો હતો. વિમાન લેન્ડિંગ દરમિયાન આ ઘટના બની હતી. ટેલ ઘસડાવાના કારણે વિમાનને નુકસન થયું હતું. જો કે સદભાગ્યે કોઇ પણ યાત્રીને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નહોતી. સકુશળ રીતે પ્લેન લેન્ડ થયું હતું.
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ડીજીસીએ દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રુને ઓફ રોસ્ટર કરી દેવામાં આવ્યા હતા. DGCA વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, આ મામલે તપાસના આદેશ અપાયા છે. પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવાયું છે. ઇન્ડિગો દ્વારા જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટી કરવામાં આવી નથી. હજી સુધી આ ફ્લાઇટમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે અંગે પણ કોઇ અધિકારીક માહિતી બહાર આવી નથી.
ADVERTISEMENT