US Presidential Palace Car Accident: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઈટ હાઉસના બહારના ગેટને એક કારે ટક્કર મારી. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની. ટક્કર થતાં જ વ્હાઈટ હાઉસની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. વોશિંગ્ટન પોલીસ અને વ્હાઈટ હાઉસે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ADVERTISEMENT
ચાલકની થઈ થઈ ઓળખ
ટક્કર બાદ ગેટ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અમેરિકન ગુપ્તચર એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાર વ્હાઇટ હાઉસના એક ગેટ સાથે ટકરાઈ છે. જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરક્ષા પ્રોટોકોલ મુજબ વ્હાઈટ હાઉસને કોઈ ખતરો નથી. ડ્રાઈવરની ઓળખ હજુ થઈ શકી નથી. આ ડ્રાઈવર કોણ હતો અને તે વાહન લઈને અહીં કેવી રીતે પહોંચ્યો? આ અંગે હજુ તપાસ ચાલી રહી છે.
સુરક્ષાને લઈને ઉભા થયા સવાલો
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, સિક્રેટ સર્વિસના લોકો આ મામલે તપાસ કરી રહ્યા છે. બાદમાં તપાસની જવાબદારી વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ વિભાગને પણ આપવામાં આવી શકે છે. કાર ક્યારે ટકરાઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ જો બાઈડન તે સમયે અંદર હતા કે નહીં. આ અંગે કોઈ અધિકારી જણાવવા આગળ આવ્યા નથી. જોકે, વ્હાઈટ હાઉસને અમેરિકામાં સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. પરંતુ આવી ઘટના બાદ સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT