મૈસુર : કર્ણાટકના મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન ફરી એકવાર તેમની સુરક્ષામાંચુક જોવા મળી હતી. વડાપ્રધાન મોદીની ગાડી પર મોબાઇલ ફોન ફેંકાયો હતો. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે પ્રચાર માટે આ વાહનને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. પોલીસના અનુસાર રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટીની એક મહિલા કાર્યકર્તાએ ઉત્સાહમાં ફોન ફેંક્યો હતો. જો કે તેણે કોઇ દુર્ભાવનાથી આવુ નહોતું કર્યું. ફોન ગાડીના બોનેટ પર પછડાયા બાદ નીચે પડી ગયો હતો. જો કે વડાપ્રધાન મોદીની નજર તેના પર પડી હતી. તતેમની સાથે ચાલી રહેલા ખાસ સુરક્ષા સમુહ (SPG) ના અધિકારીઓને તે વસ્તુ તરફ ઇશારો કર્યો હતો.
ADVERTISEMENT
મહિલાએ ફુલ ફેંકતી હતી ત્યારે સાથે મોબાઇલ પણ ફેંકાઇ ગયો
અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું કે, વડાપ્રધાન એસપીજીની સુરક્ષા ઘેરામાં હતા. મહિલા (જેનો ફોન પીએમના વાહન પર પડ્યો) ભાજપ કાર્યકર્તા હતી. એસપીજીના લોકોએ ત્યાર બાદ ફોન તેને પરત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઉત્સાહમાં આ ફેંકાઇ ગયો અને મહિલાની કોઇ ખોટી મંશા નહોતી. જો કે અમે મહિલાની માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ ઘટના ત્યાર થઇ જ્યારે મૈસુર-કોડાગુના સાંસદ પ્રતાપ સિમ્હા, પૂર્વ મંત્રીઓ કે.એસ ઇશ્વરપ્પા અને એસ.એ રામદાસની સાથે વડાપ્રધાન મોદી સડકની બંન્ને તરફ એક મોટી સંખ્યામાં એકત્ર લોકોની તરફ હાથ હલાવી રહ્યા હતા.
પહેલા પણ સુરક્ષામાં ગોટાળો થઇ ચુક્યો છે
ગત્ત મહિને કર્ણાટકમાં દાવણગેરેમાં ચૂંટણીની રેલી દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સામે આવ્યો હતો. એક વ્યક્તિ વડાપ્રધઆન પાસે જવાનો પ્રયાસ કરતા સમયે ઝડપાયો હતો. આ વ્યક્તિ પીએમ મોદીની નજીક જવા ભાગ્યો ત્યારે જ પોલીસની નજર જતા તેને પકડી લેવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું કે, તે પીએમ નજીક જવા લાગ્યો ત્યારે પોલીસે ચપળતાથી તેને ઝડપી લીધો હતો. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લઇ લીધો હતો. ઉળ્લેખનીય છે કે, આ અગાઉ હુબલીમાં વડાપ્રધાનના રોડ શો દરમિયાન એક બાળખ તેમની નજીક આવી ગયો હતો.
ADVERTISEMENT