લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ, 8000 રૂપિયા થાય તેવી શક્યતા

PM Kisan Scheme : મોંઘવારીથી પરેશાન ખેડૂતોને રાહત આપવા માટે લોકસભા ચૂંટણીથી પહેલા મોટી રાહત આપવા અંગે કેન્દ્રની મોદી સરકાર વિચાર કરી રહી છે. PM…

PM Samman nidhi

PM Samman nidhi

follow google news

PM Kisan Scheme : મોંઘવારીથી પરેશાન ખેડૂતોને રાહત આપવા માટે લોકસભા ચૂંટણીથી પહેલા મોટી રાહત આપવા અંગે કેન્દ્રની મોદી સરકાર વિચાર કરી રહી છે.

PM Kisan Samman Yojana: કેન્દ્રની મોદી સરકાર 2024 લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો માટે પોતાનો ખજાનો ખોલી શકે છે. નાના ખેડૂતોને વડાપ્રધાન કિસાન સમ્માન યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં ચુકવાતા 6000 રૂપિયાને વધારીને 8000 રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે. જેમાં ખેડૂતોની વોટબેંકને આગામી લોકસભા ચૂંટણીમાં સાધવામાં આવી શકે છે.

લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ભેટ

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર વડાપ્રધાન કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આફવામાં આવતા 6000 રૂપિયા રકમને વધારીને 8000 રૂપિયા કરવા અંગે વિચાર કરી રહ્યા છે. બે અધિકારી જો આ મુદ્દે સારી પેઠે માહિતગાર છે તેમણે નામ નહી આપવાની શરતે આ અંગે માહિતી આપી હતી. જો આ યોજનાને મંજૂરી મળે છે તો સરકાર પર 20,000 કરોડ રૂપિયાનો વધારાનો બોઝ આવશે. ચાલુ વર્ષે 23-24 માં 60,000 કરોડ રૂપિયા આ કાર્યક્રમ માટે ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કાંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

વચગાળાના બજેટ દરમિયાન જાહેરાત શક્ય

એક ફેબ્રુઆરી 2024 ના રોજ મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજુ કરશે. એક અંદાજ અનુસાર પીએમ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને અપાતી રકમમાં વધારાનો નિર્ણય પણ આ બજેટ દરમિયાન જ લેવાઇ શકે છે. નાણામંત્રી સીતારમણ વચગાળાનું બજેટ રજુ કરશે. આ દરમિયાન નાણામંત્રાલયે અલગ અલગ મંત્રાલયો સાથે સંકલન અને મંત્રણા શરૂ કરી દીધી છે.

    follow whatsapp