ટોરંટો: કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબીને 8 લોકોના મોત થઈ ગયા. જેમાં એક ભારતીય પરિવાર પણ સામેલ છે. ન્યૂઝ એજન્સી અનુસાર, કેનેડિયન ન્યૂઝ આઉટલેટ્સ સીબીસી અને સીટીવીએ અહેવાલ આપ્યો છે કે કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા હતા. હકીકતમાં, ગુમ નવજાત શિશુની શોધ માટે આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
નદીમાંથી 6 મૃતદેહો મળ્યા
અકવેસ્ને મોહૉક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “જે 8 લોકોના શબ મળ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. જેમાં એક રોમાનિયન મૂળનો અને બીજો ભારતીય પરિવાર છે. હજુ સુધી રોમાનિયન પરિવારનું એક માસૂમ બાળક મળ્યું નથી. અમે તેને શોધવાનું ચાલુ રાખીશું. એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.” પોલીસે જણાવ્યું કે, જે મૃતદેહ મળી આવ્યા છે તેમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો છે. બાળકનો મૃતદેહ એક કેનેડિયન પાસપોર્ટ સાથે મળ્યો હતો જે રોમાનિયન પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
અનેક સવાલોના જવાબ શોધવાની જરૂર – PM ટ્રુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે બંને પરિવારો વચ્ચે શું થયું તે અંગે ઘણા સવાલોના જવાબ શોધવાની જરૂર છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મૃતદેહ મળી આવ્યા છે તેને ધ્યાનમાં લેતાં આ એક હ્રદયસ્પર્શી સ્થિતિ છે. આ સમયે જેઓ અમારી સંવેદના સૌથી પહેલા તે પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આપણે યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે શું થયું અને આ સુનિશ્ચિત કરવા માટે અમે અમારાથી બનતું બધું જ કરીશું.”
આ વર્ષે ગેરકાયદેસર ઘુસણખોરીની 48 ઘટનાઓ બની
ઉલ્લેખનીય છે કે, અકવેસ્ને પોલીસ મુજબ, જાન્યુઆરીથી મોહૉક પ્રદેશ દ્વારા કેનેડા અથવા યુએસમાં ગેરકાયદેસર ઘુસણખોરીની 48 ઘટનાઓ બની છે અને તેમાંના મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે.
ADVERTISEMENT