કતરમાં 8 પૂર્વ ભારતીય અધિકારીઓને ફાંસી, કેમ સજા મળી, ઇઝરાયેલની ક્યાં છે સંડોવણી?

નવી દિલ્હી : કતારમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ભારતે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ભારતનું કહેવું…

Ex.Navy Officials hang till death

Ex.Navy Officials hang till death

follow google news

નવી દિલ્હી : કતારમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ભારતે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ભારતનું કહેવું છે કે, તે ભારતીયોની મુક્તિ માટે કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. શું તમે જાણો છો કે શા માટે આ ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી? અને તેનું ઈઝરાયેલ સાથે શું જોડાણ છે?

ભારતના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાથી ચકચાર

કતારમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ભારત સરકારે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને મૃત્યુદંડના નિર્ણયથી આશ્ચર્ય થયું છે. અમે નિર્ણયની વિગતવાર નકલની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના પણ સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. જે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેમની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચમાં તેની સામે જાસૂસીના આરોપો ઘડવામાં આવ્યા હતા.

તે આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કોણ છે?
1. કેપ્ટન નવતેજ સિંહ ગિલ
2. કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા
3. કેપ્ટન સૌરભ વશિષ્ઠ
4. કમાન્ડર અમિત નાગપાલ
5. કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી
6. કમાન્ડર સુગુણાકર પાકલા
7. કમાન્ડર સંજીવ ગુપ્તા
8. રાગેશ

Eight #IndianNavy veterans who had served the motherland are in illegal custody/detention in Doha (Qatar) for 57 days as on date. Request & plead our Indian Govt to act fast & get all these distinguished officers repatriated to India without any further delays @narendramodi

— Meetu Bhargava (@DrMeetuBhargava) October 25, 2022

શું છે આરોપો?

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેવીના આ આઠ પૂર્વ અધિકારીઓને ગયા વર્ષે ઓગસ્ટમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે 25 ઓક્ટોબરે મીતુ ભાર્ગવ નામની મહિલાએ ટ્વીટ કર્યું હતું કે, ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારની રાજધાની દોહામાં 57 દિવસથી ગેરકાયદેસર અટકાયતમાં છે. મીતુ ભાર્ગવ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની બહેન છે.

ભારતીય અધિકારીઓ પર ઇઝરાયેલ માટે જાસુસીનો આરોપ

આ અધિકારીઓ પર કથિત રીતે ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની ન્યૂઝ વેબસાઈટ અલ-જઝીરાના અહેવાલ મુજબ, આ અધિકારીઓ પર કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી ઈઝરાયલને આપવાનો આરોપ છે. જો કે, ભારત સરકારે આ પૂર્વ અધિકારીઓ પર લગાવેલા આરોપો અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. કતાર તરફથી કોઇ માહિતી શેર કરવામાં આવી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા અનુસાર, આ પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આ વર્ષે 29 માર્ચે સુનાવણી શરૂ થઈ હતી. આ કેસની સાતમી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થઈ હતી.

આ અધિકારીઓ કતારમાં શું કરી રહ્યા હતા?

નેવીમાંથી નિવૃત્ત થયેલા આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. આ કંપની ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી. તેણે કતારની નૌકાદળને તાલીમ અને સાધનસામગ્રી પણ પૂરી પાડી હતી. આ કંપની ઓમાનની વાયુસેનામાંથી નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ આઝમી દ્વારા ચલાવવામાં આવતી હતી. ગયા વર્ષે આ ભારતીયોની સાથે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જોકે તેને નવેમ્બરમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ કંપની આ વર્ષે 31 મેના રોજ બંધ થઈ ગઈ હતી. આ કંપનીમાં લગભગ 75 ભારતીય નાગરિકો કામ કરતા હતા. જેમાંથી મોટાભાગના ભૂતપૂર્વ નેવી ઓફિસર હતા. કંપની બંધ થયા બાદ આ તમામ ભારતીયોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

શું છે તે સબમરીન સાથે સંબંધિત પ્રોજેક્ટ?

આ પૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે કતાર સબમરીનને લઈને ઈટાલી સાથે ડીલ કરી રહ્યું હતું. જેની માહિતી આ અધિકારીઓએ ઈઝરાયેલને આપી હતી. અલ-જઝીરાના અહેવાલ મુજબ, કતાર જે સબમરીન સાથે ડીલ કરી રહ્યું છે તે કથિત રીતે U212 નીયર ફ્યુચર સબમરીનનું નાનું વર્ઝન છે. ઇટાલી જર્મનીની મદદથી આ અત્યાધુનિક સબમરીન બનાવી રહ્યું છે. અહેવાલમાં એવો પણ દાવો છે કે ઇઝરાયેલ સમગ્ર મધ્ય પૂર્વમાં સૈન્ય સંશોધનો અટકાવવા માંગે છે, કારણ કે તેને ડર છે કે તે તેની લશ્કરી શક્તિ ક્ષીણ થઇ શકે છે. જો કે આ મામલે ઈઝરાયેલે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે.

    follow whatsapp