અલવર : રાજસ્થાનના અલવરમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં અલવરના કિશનગઢના બાસ ગામમાં એક 16 વર્ષીય સગીરા પર 8 યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આ સગીરાના દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. સગીરા પાસેથી આ લોકોએ કટકે કટકે 50 હજાર રૂપિયા જેટલી રકમ પડાવી હતી.
ADVERTISEMENT
જો કે આરોપીઓએ પૈસાની માંગ સતત શરૂ રાખી હતી. જ્યારે સગીરા પાસે પૈસા ખુટી ગયા હતા. જેથી તેણે પૈસા આપવાનો ઇન્કાર કરી દેતા આ યુવકોએ યુવતીનો વીડિયો વાયરલ કરી દીધો હતો. ઘટના અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 31 ડિસેમ્બર 2021 ના રોજ સાહિલ નામના મુખ્ય આરોપીએ યુવતીને એકાંત સ્થળે મળવા માટે બોલાવી હતી.
અહીં તે યુવતીને ધમકાવી હતી અને જણાવ્યું કે, તેના કેટલાક અંગત ફોટા તેની પાસે છે. જો તે તેની સાથે સેક્સ નહી કરે તો આ તસવીરો વાયરલ કરી દેશે. જેથી ગભરાયેલી યુવતીએ તૈયારી દર્શાવી હતી. ત્યાર બાદ એક પછી એક 8 યુવકો દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેનો પણ વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ પીડિતા પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જો કે પીડિતાએ 50 હજાર જેટલી રકમ આપ્યા બાદ પૈસા ખુટી પડતા યુવકોએ વીડિયો વાયરલ કરી દીધો હતો.
ADVERTISEMENT