નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતે જ તમિલનાડુ રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળી છે. મુખ્યમંત્રી એમ.કે સ્ટાલીનના નેતૃત્વની સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. ત્યાર બાદ તેમને મળનારા DA ને 34 ટકાથી વધારીને 38 ટકા કરી દીધું છે.
ADVERTISEMENT
તમિલનાડુ સરકારના નિર્ણયથી 16 લાખથી વધારે કર્મચારીઓને ફાયદો
તમિલનાડુ સરકારના આ નિર્ણય બાદ રાજ્યના 16 લાખથી વધારે કર્મચારીઓની સેલેરીમાં જોરદાર વધારો જોવા મળશે. રિપોર્ટ અનુસાર પહેલી જાન્યુઆરી 2023 ના રોજ શિક્ષકો, પેન્શનરો અને પારિવારિક પેન્શનરો સહિત સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ વધારી દીધું છે. અત્યાર સુધી કર્મચારીઓને 34 ટકા મોંઘવારી મળતું હતું. હવે આ વધારીને 38 ટકા કરી દેવાયું છે.
રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએ વધારવાના નિર્ણયથી 2359 કરોડનો ખર્ચ વધશે
રાજ્ય સરકારે કર્મચારીઓને ડીએ વધારાનો લાભ આપવાના આ નિર્ણય બાદ તમિલનાડુ સરકાર પર આશરે 2359 કરોડનો બોઝ વધશે. દર વર્ષે સરકારને આટલી રકમ વધારાના ખર્ચ તરીકે વપરાશે. સરકારની એક પેનલની ભલામણના આધારે આ મોટુ પગલું ઉઠાવ્યું હતું. રાજ્યના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી હતી.
કર્મચારીઓના જીવન સ્તરમાં સુધારો કરવા સરકારનો નિર્ણય
તમિલનાડુ સરકારે રાજ્ય કર્મચારીઓના જીવન સ્તરમાં સુધારો કરવા અને મોંઘવારીને પહોંચી વળવાની દિશામાં આ જાહેરાત કરી છે. આ કર્મચારીઓની સેલેરીમાં વધારો થશે. મુખ્યમંત્રીના અનુસાર આ અંગે નિર્ણય લેવા માટે ટોપ 3 લેવલના અધિકારીઓની એક કમિટી રચવામાં આવી છે. જેનું નેતૃત્વ ફાયનાન્સ સેક્રેટરી એક્સપેન્ડિચર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કમિટી સરકારી શિક્ષકોને સમાન કામ સમાન વેતનના મુદ્દે પણ ગહન ચર્ચા કરી રહ્યા છે.
ADVERTISEMENT