અભિનેતા Mithun Chakraborty ની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં કરાયા દાખલ

Mithun Chakraborty Admitted To Hospital : અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં કરાયા દાખલ

મિથુન ચક્રવર્તી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત ખરાબ!

point

છાંતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં કરાયા દાખલઃ સૂત્રો

point

આ સમાચાર બાદ તેમના ફેન્સમાં ચિંતા

Mithun Chakraborty Admitted To Hospital : અભિનેતા-રાજનેતા મિથુન  ચક્રવર્તી  (Mithun Chakraborty)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાને છાતીમાં દુખાવો થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર બાદ તેમના ફેન્સમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલ આ મામલે વધુ સમાચાર સામે આવ્યા નથી. 


મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ

 

મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે એટલે કે આજે સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. થોડી બેચેની પણ અનુભવાઈ રહી હતી. તેમની તબિયત વધારે બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમની કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત કેવી છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

તાજેતરમાં એનાયત કરાયો હતો પદ્મ ભૂષણ

 

મિથુન ચક્રવર્તીને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આ પુરસ્કાર મેળવીને હું ખુશ છું. હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી. માંગ્યા વિના કંઈક મળવવાની ખૂબ ખુશી અનુભવાઈ રહી છે. આ એક ખૂબ જ અદ્ભુત અને અલગ અહેસાસ છે. મને ખૂબ સારું લાગી રહ્યું છે.'

 

દિગ્ગજ અભિનેતા છે મિથુન 

 

મિથુન ચક્રવર્તી હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા છે, જેમને ડિસ્કો ડાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના અભિનય કરિયરમાં તેમણે 'પરિવાર', 'મેરા યાર મેરા દુશ્મન', 'બાત બન જાયે' અને 'દીવાના તેરે નામ' જેવી લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે.

    follow whatsapp