રાજકોટ TRP ગેમમાં આગ બાદ શનિવારે રાત્રે વધુ એક જગ્યાએ દુર્ઘટના સર્જાઈ, દિલ્હીના વિવેક વિહારમાં આવેલા એક બેબી કેર સેન્ટર (Baby Care Centre)માં ભીષણ આગ લાગતા 7 બાળકો જીવતાં ભૂંજાયા છે. તો 5 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક બાળક વેન્ટીલેટર પર છે. આપને જણાવી દઈએ કે, બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ લાગતા 12 બાળકોનું મોડી રાતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
9 ગાડીઓ મોકલાઈ ઘટના સ્થળે
દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, તેમને રાત્રે 11.32 વાગ્યે વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ ઘટના સ્થળે ફાયરની 9 ગાડીઓ મોકલવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Rajkot TRP Game Zone fire: રજાનો દિવસ, 99 રૂપિયાની સ્કીમ, Exit નો એક જ રસ્તો... TRP ગેમિંગ ઝોનમાં આગથી 28ના મોતની દર્દનાક કહાની!
12 બાળકોનું કરાયું રેસ્ક્યૂ
અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગમાંથી 12 નવજાત બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, આ ઘટના પણ એ જ દિવસે થઈ જ્યારે ગુજરાતના રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં ભીષણ આગ લાગતા 28 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગના બાળકો સામેલ હતા.
હોસ્પિટલના માલિક સામે કાર્યવાહી
વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ પર DCPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પશ્ચિમ વિહારના ભરોન એન્ક્લેવમાં રહેતા હોસ્પિટલના માલિક નવીન કીચી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot Fire Updates: લોકોની જિંદગી સાથેની 'રમત' બાદ, રહી રહીને રાજ્યમાં આ આદેશ છૂટયા!
5 બાળકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બેબી કેર સેન્ટર 120 ગજની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા અને 5 હજુ પણ દાખલ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
ADVERTISEMENT