અમદાવાદ : તુર્કી અને સીરિયામાં સોમવારે સવારે 7.8 ની તીવ્રતાનો ધરતીકંપનો ઝટકો આવ્યો અને બંન્ને દેશો જાણે કે પડી ભાંગ્યા. અત્યાર સુધીમાં કુલ 1300 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. જ્યારે 5380 લોકો ઘાયલ થઇ ચુક્યાં છે. ભુકંપમાં 2818 ઇમારતો જમીનદોસ્ત થઇ ચુકી છે. આ કાટમાળમાં 2470 લોકોને બચાવવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ અનુસાર હજી પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા છે. મોટા પ્રમાણમાં રાહત અને બચાવકામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
તુર્કીના રાષ્ટ્રપતિએ ઇમરજન્સીની જાહેરાત કરી
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગને ભુકંપની સ્થિતિને ધ્યાને રાખીને તત્કાલ બેઠક બોલાવી છે. જેમાં ભુકંપ પીડિતો માટે દરેક શક્ય મદદની રજુઆત કરી છે. સોમવારે સવારે સવાચાર વાગ્યે ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ગજિયાટેપ વિસ્તારમાં હતો. જે સીરિયા બોર્ડરથી માત્ર 90 કિલોમીટર દુર છે. સીરિયામાં પણ ભૂકંપની ઘણી અસર જોવા મળી હતી. સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયા બંન્નેમાં 6 વાર ભૂકંપના ઝટકાઓના કારણે ધણધણી ઉઠ્યા હતા.
તુર્કીમાં 1999 માં આવેલા ધરતીકંપે 18 હજાર લોકોનો ભોગ લીધો હતો
મૃતકોનો આંકડો હજી પણ સતત વધતો રહેવાની આશંકા છે. સોમવારે સવારે પણ સીમાની બંન્ને તરફ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગગનચુંબી ઇમારતો ભૂકંપના ઝટકાઓના કારણે હલવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં લોકો જીવ ગુમાવી ચુક્યા છે. તંત્રએ મોટા પ્રમાણમાં પ્રભાવિત શહેરોમાં રાહત અને બચાવકામગીરી ચાલુ રાખી હતી.
ભારતે શક્ય તેટલી તમામ અને ઝડપી રાહત સામગ્રી પહોંચાડવા તત્પર
આ ભીષણ ભૂકંપમાં તુર્કીની એક હોસ્પિટલ પત્તાના મહેલની જેમ પડી ગઇ હતી. જેના કારણે નવજાત સહિત અનેક લોકોનો બચાવાયા. તુર્કી પર આવેલી પડેલા આ સંકટ વચ્ચે ભારતે ફરી એકવાર માનવતાને છાજે તેવું કામ કર્યું છે. પીએમ મોદીના નિર્દેશ બાદ તત્કાલ સહાય પહોંચાડવા માટે પીકે મિશ્રાએ મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં સર્ચ અને રેસક્યું ઓપરેશન માટે એનડીઆરએફ અને મેડિકલ ટીમ તુર્કી મોકલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાહત સામગ્રી પણ ઝડપથી તુર્કી માટે રવાના કરવામાં આવશે. એનડીઆરએફની ટીમમાં કુલ 100 જવાન હશે. ઉપરાંત ડોગ સ્કવોર્ડ, મેડિકલ ટીમ સહિત અન્ય તમામ મદદ અને ઉપકરણ રવાના થશે. મેડિકલ સ્ટાફ તમામ જરૂરી દવાઓ સાથે તુર્કી જશે.
ADVERTISEMENT