વોશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસમાં એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના 6 નિવાસીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુએસ હાઇવે 67 પર બુધવારે એક પિકઅપ ટ્રક અને એક મિનીવેન સામસામેની ટક્કરમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટનામાં મરનારા લોકો આંધ્રપ્રદેશ વિધાનસભામાં મુમ્મીદીવરમના ધારાસભ્યના નજીકનાં હોવાનું જણાવાઇ રહ્યું છે. મુમ્મીદીવરમથી વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પોન્નાડા વેંકટ સતીશ કુમારે પત્રકારોને કહ્યું કે, પીડિત તેમની નજીકના સંબંધી અને અમલાપુરમના નિવાસી હતા.
ADVERTISEMENT
ક્રિસમસ મનાવીને ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર
સતીશ કુમારે પીડિતોની ઓળખ પોતાના કાકા પી.નાગેશ્વર રાવ, તેની પત્ની સીતા મહાલક્ષ્મી, પુત્રી નવીના, પૌત્ર કૃતિક અને પૌત્રી નિશિતા તરીકે થઇ છે. આ દુર્ઘટનામાં મરનારા છઠ્ઠા વ્યક્તિની ઓળખ નહોતા કરી શક્યા. સતીશે અમલાપુરમમાં પત્રકારોને જણાવ્યું કે, મારા કાકા અને તેમનો પરિવાર અટલાંટામાં રહે છે. જ્યારે દુર્ઘટના થઇ ત્યારે તેઓ ટેક્સાસમાં અન્ય સંબંધિઓના ઘર પર ક્રિસમસમાં ભાગ લીધા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. ફોક્સ-4 કહ્યું કે, દુર્ઘટનામાં નિમો ક્ષેત્રમાં US હાઇવે 67 અને કાઉન્ટી રોડ 1119 પર થઇ.
ખોટી દિશામાં ચાલી રહ્યો હતો ટ્રક
અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતીનો હવાલો ટાંકતા ધારાસભ્યએ કહ્યું કે, દુર્ઘટના સમયે પિકઅપ ટ્રકમાં બે યુવાનો સવાર હતા અને તેઓ ખોટી દિશામાં ટ્રક ચલાવી રહ્યો હતો. બંન્ને દુર્ઘટનામાં બચી ગયા અને તેમને હવાઇ માર્ગે ફોર્ટ વર્થ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. આ દુર્ઘટનામાં નાગેશ્વર રાવના જમાઇ લોકેશ એક માત્ર વ્યક્તિ જીવીત બચ્યા છે. તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમની સ્થિતિ ગંભીર છે. પરિવારે કહ્યું કે, તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA) કોષાધ્યક્ષ કોલ્લા અશોક બાબુ અને તેલુગુ ફાઉન્ડેશનના કોષાધ્યક્ષ પોલાવરાપૂ શ્રીકાંત શબને ભારત મોકલવા માટે જરૂરી મદદ આપી રહ્યા છે.
ADVERTISEMENT