મોરક્કોમાં 120 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપનો આંચકો, 296 લોકોનાં મોત, સેંકડો ઘાયલ

Morocco earthquake: આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ભૂકંપ બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી, જેમાં 296 લોકોના મોત થયા…

gujarattak
follow google news

Morocco earthquake: આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ભૂકંપ બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી, જેમાં 296 લોકોના મોત થયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 જણાવવામાં આવી રહી છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મરાકેશથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભૂકંપના કેન્દ્ર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ અનુભવાઈ હતી.

ઉત્તર આફ્રિકામાં 120 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ

ભારતીય સમય અનુસાર સવારે 3.41 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઉત્તર આફ્રિકામાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGS એ જણાવ્યું કે 1900 થી, આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં M6 અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. અહીં M-5 સ્તરના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે.

જૂની ઇમારતો ધરાશાયી થઈ, લોકો તેમના ઘરોમાંથી ભાગી ગયા

મરાકેશના શહેરના રહેવાસી બ્રાહિમ હિમ્મીએ એજન્સીને જણાવ્યું કે, ભૂકંપને કારણે ઘણી જૂની ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને તેણે જૂના શહેરમાંથી એક બાદ એક કરીને બહાર નીકળતી એમ્બ્યુલન્સ જોઈ. તેણે કહ્યું કે, લોકો ડરી ગયા છે અને બીજા ભૂકંપના ડરથી ઘરની બહાર નીકળી ગયા છે.

આવો વિનાશકારી ભૂકંપ તુર્કિયેમાં આવ્યો હતો

તાજેતરમાં તુર્કીમાં આવો વિનાશકારી ભૂકંપ અનુભવાયો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 6 ફેબ્રુઆરી 2023ની સવારે તુર્કીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિયાન્ટેપ હતું.

ચોથા આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી

લોકો કંઈ સમજી શકે તે પહેલા જ એક બાદ એક ભૂકંપના આંચકા આવ્યા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનો આ સિલસિલો અહીં અટક્યો નહીં. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપોએ માલત્યા, સાનલિયુર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. ભૂકંપનો બીજો ચોથો આંચકો સાંજે 4 વાગ્યે આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી.

    follow whatsapp