મહેશ્વરી સમાજ દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમાજના જે દંપત્તીને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થશે, તેમને 51 હજાર રૂપિયા આપવામાં આવશે અને સમાજના કાર્યક્રમમાં તેમને સન્માનિત પણ કરવામાં આવશે. રાજસ્થાનના કિશનગઢમાં યોજાયેલા રાષ્ટ્રીય સમ્મેલનમાં આ નિર્ણય મહેશ્વરી સમાજ દ્વારા લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહેશ્વરી સમાજે કરાવ્યો સર્વે
અખિલ ભારતીય મહેશ્વરી સમાજના કારોબારી સભ્ય રમેશ મહેશ્વરીએ જણાવ્યું કે સર્વે કર્યા બાદ માહિતી સામે આવી છે કે હાલ મહેશ્વરી સમાજની વસ્તી ઘટીને 8 લાખ થઈ ગઈ છે. જ્યારે પહેલા 15-16 લાખ સુધી હતી. તેથી મહેશ્વરીની વસ્તી ફરીએકવાર વધે તે માટે આ નિર્ણય લેવો પડ્યો છે.
વસ્તી ઘટતા લીધો નિર્ણય
રમેશ મહેશ્વરીના જણાવ્યા અનુસાર, પહેલાની સરખામણીમાં હવે પરિવારમાં સિંગલ ચાઇલ્ડ અથવા વધુમાં વધુ 2 બાળકોનો કોન્સેપ્ટ આવી ગયો છે. તો બીજી બાજુ આધુનિક વિચારસરણીને કારણે હવે જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરી રહ્યા છે, ત્યારે મોટો પરિવાર ચલાવવો શક્ય નથી. સમાજની વસ્તીમાં ઘટાડો થવાનું આ પણ એક મોટું કારણ છે.
મહેશ્વરી સમાજની જાહેરાતની ભારે ચર્ચા
ઉલ્લેખનીય છે કે હવે સરકારનું સૂત્ર છે કે, 'હમ દો હમારે દો'. ઉપરાંત ત્રીજું બાળક થયા બાદ લોકો અનેક સરકારી સુવિધાઓથી પણ વંચિત રહે છે. આ દરમિયાન મહેશ્વરી સમાજની જાહેરાતની ભારે ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT