વડોદરાઃ શહેરમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની સભા દરમિયાનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં પાર્કિંગ વિસ્તારમાં 500-500 રૂપિયાની આપ લે થતી હોય એ ઘટનાને કેદ કરવામાં આવી છે. તેવામાં આ રૂપિયા કયા અર્થે આપવામાં આવ્યા હોઈ શકે છે. એની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. પરંતુ અટકળો એવી સેવાઈ રહી છે કે અહીં ભીડ ભેગી કરવા માટે લોકોને 500 રૂપિયા માથાદીઠ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાત તક આ અટકળોની ખાતરી કરી રહ્યું નથી, આ એક વાઈરલ વીડિયો આધારિત ઘટનાનું પાસ રજૂ કરાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ભાજપની સભામાં રૂપિયા આપી ભીડ ભેગી કરાઈ હોવાની અટકળો
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેવી રીતે નજીક આવી રહી છે એને જોતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની કમર કસી રહી છે. તેવામાં ભાજપની વડોદરાની સભામાં સી.આર.પાટીલે પણ હાજરી આપી હતી. જોકે આ દરમિયાન પાટિલે મોટા નિવેદનો આપ્યા હતા. પરંતુ બીજી બાજુ આ સભા અન્ય એક મુદ્દે પણ ચર્ચિત થઈ છે.
સભાના પાર્કિંગમાં 500-500 રૂપિયા આપવાની વાત જણાવાઈ રહી હતી. જેનો વીડિયો અત્યારે સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સભાથી લગભગ 100 મીટર દૂર ભાજપનો ખેસ પહેરેલા શખસો 500- 500 રૂપિયાની વહેંચણી કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં તેઓ ગાડી પર એક નોટબૂક રાખી હતી જેમાં નોંધણી પણ થઈ રહી હતી.
રૂપિયા અપાતા હોવા મુદ્દે કાર્યકર્તાએ આપ્યું નિવેદન
આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે ગાડીઓના પેટ્રોલ-ડિઝલનું બજેટ મેનેજ થઈ રહ્યું હોવાની વાત કરી હતી. જોકે ત્યારપછી કાર્યકર્તાઓના ડ્રાઈવર સહિત અન્ય લોકોએ જવાબ આપ્યા નહોતા.
ADVERTISEMENT