ASSAM માં વરસાદ અને તોફાનના કારણે 40 હજાર લોકો પ્રભાવિત, શાળા-કોલેજો બંધ

તિનસુકિયા : છેલ્લા 48 કલાકમાં આસામના વિવિધ જિલ્લાઓમાં વરસાદ, કરા અને જોરદાર તોફાનથી ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. 144 ગામોમાં 41,400 થી વધુ લોકો…

Flood in Assam

Flood in Assam

follow google news

તિનસુકિયા : છેલ્લા 48 કલાકમાં આસામના વિવિધ જિલ્લાઓમાં વરસાદ, કરા અને જોરદાર તોફાનથી ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. 144 ગામોમાં 41,400 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ કરા અને વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના અહેવાલ મુજબ, શનિવારે જિલ્લામાં મોટું વાવાઝોડું ત્રાટક્યા બાદ તિનસુકિયા જિલ્લાના દુમડુમા વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા.

મૃતકોની ઓળખ બિજોય માંકી (57) અને દેવ કુમાર ઠાકુર (26) તરીકે થઈ છે. બીજી તરફ હૈલાકાંડી, તિનસુકિયા, નાગાંવના 144 ગામોના કુલ 41410 લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય ગોલપારા, કછર, ધુબરી, બોંગાઈગાંવ ભારે વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ASDMA રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડા અને વરસાદને કારણે અનેક મકાનોને પણ નુકસાન થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે, 633 કચ્છી મકાનો અને 42 પાકાં મકાનોને આંશિક નુકસાન થયું છે. 205 કચ્છ અને ત્રણ પાકાં મકાનોને સંપૂર્ણ નુકસાન થયું હતું અને અન્ય પાંચ સંસ્થાઓને પણ અસર થઈ હતી.

અહેવાલો અનુસાર, શનિવારે ગોલપારા જિલ્લાના બંધરમાથા વિસ્તારમાં વીજળી પડવાથી પાંચ ગાયોના મોત થયા હતા. ASDMA રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વરસાદ એટલો ભયાનક હતો કે મકાનના પતરામાં કાણા પડી ગયા હતા. જેના પરિણામે બોંગાઈગાંવ જિલ્લામાં દંગતાલ રેવન્યુ ડિવિઝન હેઠળના ઘીલાગુરી, દાબલી અને દિગડારી ગામોમાં 85 ઘરોમાં છત લીક થઈ હતી. ધુબરી જિલ્લાના 24 ગામો પણ ભારે વાવાઝોડાથી પ્રભાવિત થયા છે.

ચક્રવાતથી પ્રભાવિત તિનસુકિયામાં 24 એપ્રિલે શાળાઓ, કોલેજો બંધ રહેશે
તિનસુકિયામાં જોરદાર તોફાન અને કરા પડવાને કારણે તબાહી મચી ગઈ છે. જે બાદ જિલ્લા પ્રશાસને 24 એપ્રિલે જિલ્લાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તિનસુકિયા જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શનિવાર અને રવિવારના રોજ ભારે પવન અને કરા સાથે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    follow whatsapp