3 બાળકો જીવતા ભડથું, માતાના પણ ઉડ્યા ચીથડા; જમવાનું બનાવતી વખતે થયો બ્લાસ્ટ અને મચ્યો હડકંપ

Bihar Purnia House Cylinder Blast: મહિલા જમવાનું બનાવી રહી હતી, અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો અને ભયાનક આગ ફાટી નીકળી, જેમાં એક મહિલા અને 3 બાળકો જીવતા ભડથું થઈ ગયા.

સિલિન્ડર બ્લાસ્ટથી પરિવાર વિખેરાયો

Bihar Purnia House Cylinder Blast

follow google news

Bihar Purnia House Cylinder Blast:  મહિલા જમવાનું બનાવી રહી હતી, અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો અને ભયાનક આગ ફાટી નીકળી, જેમાં એક મહિલા અને 3 બાળકો જીવતા ભડથું થઈ ગયા. આ દુર્ઘટના બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં સર્જાઈ હતી. 

4 લોકોના થયાં દુઃખદ અવસાન

આગમાં પરિવારના છ સભ્યો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 2 ખરાબ રીતે દાઝી ગયા છે, જેમને GMCH પૂર્ણિયામાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના ઘરો પણ હલબલી ગયા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકોમાં હડકંપ મચી ગયો. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોઃ LPG Price Cut: લોકસભા ચૂંટણીની વચ્ચે રાહત, ઘટી ગયા LPG Cylinder ના ભાવ

 

બાળકોના મૃતદેહ જોઈને પિતા બેભાન થયા

પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટના કિશનગંજના પૌખલી ગામમાં સર્જાઈ હતી. મૃતક મહિલા અને તેના બાળકોની ઓળખ મોહમ્મદ અન્સારીની 30 વર્ષીય પત્ની સાહિબા, 8 વર્ષની પુત્રી અનીશા, 4 વર્ષની પુત્રી આરુષિ અને 5 વર્ષીય પુત્ર અનીશ તરીકે થઈ છે. 

મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયા 

મેરઠમાં કામ કરતા મોહમ્મદ અંસારી દુર્ઘટનાની જાણ થતાં  જ પોતાના ઘરે પહોંચી ગયા હતા, પરંતુ તેમની પત્ની અને 3 બાળકોના મૃતદેહો જોઈને તેઓ બેહોશ થઈ ગયા હતા. આગ ઓલવ્યા બાદ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.  પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

    follow whatsapp