ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં પાણીમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત

નોએડા : ઉત્તર પ્રદેશના એક હરદોઇ જિલ્લામાં 4 વ્યક્તિઓની ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં ભરેલા પાણીમાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં છે. ઘટનાની માહિતી…

gujarattak
follow google news

નોએડા : ઉત્તર પ્રદેશના એક હરદોઇ જિલ્લામાં 4 વ્યક્તિઓની ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં ભરેલા પાણીમાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં છે. ઘટનાની માહિતી મળ્યા બાદમાં ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ ખુબ જ મહેનત બાદ ચારેય શબ પાણીમાંથી બહાર કાઢ્યા. ત્યાર બાદ મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. પરિવારજનોએ જણાવ્યું કે, આ બાળકો બકરીઓ ચરાવવા માટે ગયા હતા. ઉંડા ખાડામાં વરસાદનું પાણી ડુબવાના કારણે તેમનું મોત થઇ ગયું.

આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. પીડિત પરિવારજનોએ આર્થિક સહાયતા આપવાની જાહેરાત પણ કરી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લાધિકારી સહિત પોલીસ અધીક્ષક અને રાજસ્વ વિભાગના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, તમામ શબોને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

ખેતરોમાં ખાડા ખોદવામાં આવ્યા બાદ થયા ઉંડા ખાડા
અત્રે ઉલ્લેખનીય છે કે, હરદોઇના પચદેવરા પોલીસ સ્ટેશન વિસ્તારના મૈકપુર ગામ નજીક ગંગા એક્સપ્રેસવે પસાર થઇ રહ્યો છે. આ મોટા નિર્માણ કાર્યની જવાબદારી યુપીડાને આપવામાં આવી છે. યૂપીડા મોટા પ્રમાણમાં આસપાસના ક્ષેત્રોમાં ખનન કરીને માટી કાઢીને એક્સપ્રેસ વેના નિર્માણ કાર્ય કરી રહ્યા છે. મૈકપુર ગામ નજીક ખેતરોમાંથી ખનન કરીને ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે. બીજી તરફ આ ગામમાં બાળકો બકરીઓ ચરાવવા માટે ગયા હતા. જ્યાં ઉંડા ખાડા વરસાદનું પાણી ભરાતા નાના-મોટા તળાવ જેવી સ્થિતિ સર્જાઇ છે.

તમામ મૃતક બાળકોની ઉંમર 10 વર્ષની આસપાસ
તમામ મૃતકો નાના બાળકો છે. શબ્બીર અલીના પુત્ર અજમત અને સદ્દામ અને શૌકીન અલીની પુત્રી ખુશનુમા અને પુત્ર મુસ્તકીમની ઉંડા પાણીમાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં છે. આ ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચેલા ગ્રામીણોએ તત્કાલ ઉંડા પાણીમાં ઉતરીને બાળકોના શબોને બહાર કાઢ્યા હતા.

    follow whatsapp