ભારતમાં કોરોનાના કેસોમાં 38%નો ઉછાળો, 24 કલાકમાં 7,830 કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે.જે છેલ્લા 223 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં…

gujarattak
follow google news

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે.જે છેલ્લા 223 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં એકટિવ કેસની કુલ સંખ્ 40,000ને પાર થઈ છે. દેશમાં હવે 40,215 એક્ટીવ કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,692 લોકો કોરોનાથી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 2 લાખ 14 હજાર 242 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 3.65 એટલે કે 7,830 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણને લઈ 16 લોકોના મોત પણ થયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં બે સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એકનું મોત નોંધાયું હતું. કેરળમાં પાંચ મૃત્યુ નોંધાયા છે. દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 31 હજાર 16 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં ફક્ત 441 લોકોએ લીધી વેક્સિન 
કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,42,04,771 છે. રિકવરી રેટની વાત કરીએ તો, તે 98.72% છે. દૈનિક પોઝિટીવીટી રેટ દર 3.65% છે અને વિકલી પોઝિટીવીટી રેટ 3.83% છે. અત્યાર સુધીમાં, દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ફક્ત 441 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ કેશબ મહિન્દ્રાનું નિધન, 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું
1.એપ્રિલ: 2993 કેસ
2.એપ્રિલઃ 3823 કેસ
3.એપ્રિલ: 3641 કેસ
4.એપ્રિલ: 3038 કેસ
5.એપ્રિલઃ 4435 કેસ
6.એપ્રિલઃ 5335 કેસ
7.એપ્રિલ: 6050 કેસ
8.એપ્રિલઃ 6155 કેસ
9.એપ્રિલ: 5357 કેસ
10. એપ્રિલ: 5880 કેસ
11.એપ્રિલ: 5676 કેસ
12. એપ્રિલ 7,830 કેસ

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp