સિડની : ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે અચાનક 20 US મરીન કમાન્ડોને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. આ ઘટના ડાર્વિનની ઉત્તરે આવેલા તિવી ટાપુ પર બની હતી. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રવક્તાના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, એક્સરસાઇઝ પ્રિડેટર રન 2023 દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી.
ADVERTISEMENT
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહી છે ટ્રેનિંગ
યુએસ ઓસ્ટ્રેલિયા, ફિલિપિન્સ, તિમોર-લેસ્ટે અને ઇન્ડોનેશિયાના 2500 થી વધારે સૈનિકો તિવી ટાપુ પર કવાયતમાં ભાગ લઇ રહ્યા હતા. જો કે અચાનક 09.43 વાગ્યે અચાનક હેલિકોપ્ટરની દુર્ઘટના બની હતી. આપાતકાલીન સેવાઓને સ્થાનિક સમય અનુસાર સવારે હેલિકોપ્ટરની દુર્ઘટનાની જાણ કરાઇ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર 3 યુએસ મરિન કમાન્ડોના મોત નિપજ્યાં છે.
સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે શરૂ
દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક તંત્ર સક્રિય પણે કામગીરી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કંપની અનુસાર હજી સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી. જો કે અન્ય એક સ્થાનિક મીડિયાએ દાવો કર્યો કે હજી સુધી અનેક US મરીન હજી સુધી ગુમ હોવાની માહિતી છે. તેમને શોધવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે અનેક મરીનને બચાવી લેવાયા છે.
ADVERTISEMENT