લાખોમાં ફી, સુવિધા 'ઝીરો'...Rau's IAS કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીઓના મોત, જવાબદાર કોણ?

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ દુર્ઘટના બાદ કોચિંગ સેન્ટરના માલિક અને કોર્ડિનેટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા છે.

delhi news

કોચિંગ દુર્ઘટના

follow google news

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ દુર્ઘટના બાદ કોચિંગ સેન્ટરના માલિક અને કોર્ડિનેટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હતા, જેમની ઓળખ શ્રેયા યાદવ, તાનિયા સોની અને નેવિન ડેલ્વિન તરીકે થઈ છે. પોલીસે BNSની કલમ 105, 106(1), 152, 290 અને 35 હેઠળ FIR નોંધી છે. કોચિંગ સેન્ટરનું મેનેજમેન્ટ અને સિવિક એજન્સીના લોકો તપાસના દાયરામાં છે. જાણો RAU's IAS કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં શું-શું થયું...

મેયરે કાર્યવાહીની આપ્યો આદેશ

MCD સુપરવાઈઝર ઋષિપાલે કહ્યું કે, કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. માત્ર 3-4 ઈંચ પાણી બચ્યું છે. એમસીડીએ તમામ મશીનો લગાવી દીધા છે. આખી બિલ્ડિંગ સાવ ખાલી છે. કોઈ ફસાયેલું નથી. દુર્ઘટના બાદ દિલ્હીના મેયરે બિલ્ડીંગે બેઝમેન્ટમાં ચાલી રહેલા કોચિંગ સેન્ટરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

તમામ કોચિંગ સેન્ટર સામે લેવાશે એક્શન

દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે MCD કમિશનરને સૂચના આપી છે. તેમણે કહ્યું કે સમગ્ર દિલ્હીમાં આવા તમામ કોચિંગ સેન્ટર જે MCDના અધિકાર ક્ષેત્રમાં છે અને બેઝમેન્ટમાં ચાલી રહ્યા છે, જે બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ધોરણોનું પાલન કરતા નથી, તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ.

જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની સૂચના

દિલ્હીના મેયરે કહ્યું કે, આ દુર્ઘટના માટે MCDના કોઈ અધિકારી જવાબદાર છે કે નહીં, તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે. જો દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. RAF યુનિટ કોચિંગ સેન્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પ્રદર્શન

દુર્ઘટના બાદ કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિદ્યાર્થીઓ MCD અને કોચિંગ સેન્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમસીડીએ કહ્યું છે કે આ દુર્ઘટના છે પરંતુ તે સંપૂર્ણ બેદરકારી છે. એક વિદ્યાર્થીએ કહ્યું, 'હું અહીં બે વર્ષથી રહું છું. અડધો કલાક વરસાદ પડતાં જ જગ્યા ઘૂંટણિયે પાણી ભરાઈ જાય છે. આવું બે વર્ષથી સતત થઈ રહ્યું છે.' 

    follow whatsapp