હરિદ્વાર જતા અમદાવાદના પરિવાર સાથે કરુણાંતિકા, ગાયથી બચવા જતા પતિ-પત્ની, કાકાને ટ્રકે કચડી નાખ્યા

Delhi Mumbai Expressway Accident: રાજસ્થાનના દૌસા જિલ્લામાં અમદાવાદના પરિવાર સાથે કરુણ ઘટના ઘટી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા.

Delhi Mumbai Expressway Accident

Delhi Mumbai Expressway Accident

follow google news

Delhi Mumbai Expressway Accident: રાજસ્થાનના દૌસા જિલ્લામાં અમદાવાદના પરિવાર સાથે કરુણ ઘટના ઘટી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને બાંડીકુઇ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

પતિ, પત્ની અને કાકાનું ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની ઘટના અંગે માહિતી આપતા ડ્યુટી ઓફિસર જવાન સિંહે જણાવ્યું કે, એક પરિવાર અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યો હતો. તેમની કારની સામે એક ગાય આવી જતા કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જોકે કારમાંથી બહાર નીકળતા જ પાછળથી આવતી એક ટ્રેક પત્ની-પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 7 લોકોને ઈજાપહોંચી હતી.

અકસ્માતની ઘટના વહેલી સવારે 5 વાગ્યે બની હતી. મૃતકોમાં પતિ, પત્ની અને કાકાનો સમાવેશ થાય છે. આ સિવાય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેય મૃતકોના મૃતદેહને બાંડીકુઇ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જતો હતો પરિવાર

મૃતકના સંબંધીએ જણાવ્યું કે, તેમના બહેન સવિતા 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા. જોકે શનિવારે સવારે તેમનું હરિદ્વારમાં અવસાન થયું હતું. આથી આખો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જઈ રહ્યો હતો. ત્યારે જ આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય મૃતદેહો હાઈવે પર વેરવિખેર પડ્યા હતા, અને એક વ્યક્તિનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી

ઘટનાની માહિતી મળતાની સાથે જ બાંડીકુઈ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. જે બાદ મૃતકના પરિજનોને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમને સોંપવામાં આવશે. ઘાયલોની સારવાર ચાલુ છે. તે જ સમયે, પોલીસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે. જેથી આરોપી ટ્રક ચાલકને શોધી શકાય.

    follow whatsapp