પેરિસ : ફ્રાંસની રાજધાની પેરિસમાં અંધાધુંધ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. આખરે હુમલાખોરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસ સુત્રોએ જણાવ્યું કે, સેન્ટ્રલ પેરિસમાં થયેલા ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. ફ્રાંસીસી ટેલિવિઝન નેટવર્ક બીએફએમ ટીવીએ શુક્રવારે જણાવ્યું કે, ગોળીબારમાં અનેક લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થઇ ચુક્યા છે.
ADVERTISEMENT
એક શંકાસ્પદ બંદુકધારીની ધરપકડ કરવામાં આવી
બીએફએમ ટીવીએ કહ્યું કે, બંધુકધારીની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ શહેરનાં પ્રોસીક્યુશન ઓફીસે મીડિયા રિપોર્ટ્સની પૃષ્ટિ કરતા કહ્યું કે, પેરિસના 10 માં અરોન્ડીસમાનમાં ગોળીબાર થયો છે. જેમાં ચાર અન્ય લોકો પણ ઘાયલ થયા છે. આ ઘટના સંદર્ભે એક 69 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
પેરિસ પોલીસે આસપાસના વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન આદર્યું
પેરિસ પોલીસે કહ્યું કે, હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે લોકોને આ વિસ્તારથી દુર રહેવાની અપીલ કરી છે. સમાચાર એજન્સી એએફપીના અનુસાર બંધુકધારીએ આશરે 8 રાઉન્ડ ફાયર કર્યું હતું. જેના કારણે રોડ પર ભારે ભાગદોડ મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેનેડાના ઓંટારિયો શહેરના વોન વિસ્તારની એક ઇમારમાં 19 ડિસેમ્બરે મોડી રાત્રે એક શંકાસ્પદે તત્કાલ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 5 લોકોનાં મોત થઇ ગયા હતા. સુચના મળતાની સાથે જ ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એન્કાઉન્ટરમાં 73 વર્ષીય શંકાસ્પદ આરોપીને ઠાર કર્યો હતો.
ADVERTISEMENT