US South Carolina Accident: અમેરિકાની ધરતી પર ફરી ગુજરાતીઓના મોતની ખબર સામે આવી રહી છે. અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે? ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય
આણંદ મૂળની 3 મહિલાઓના મોત
અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલાઓના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે. જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
ઓવરસ્પીડના કારણે અકસ્માત થયાનું અનુમાન
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તો મહિલાઓના મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેરાઈ ગઈ છે.
મૃતક મહિલાઓના નામ
- રેખાબેન દિલીપભાઈ પટેલ
- સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
- મનીષા બેન રાજેન્દ્રભાઈ પટેલ
-
આ પણ વાંચો: 4 દિવસથી ગુમ છે 'તારક મહેતા'ના સોઢી, પિતાએ જણાવ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી
અકસ્માત બાદ કાર 20 ફૂટ હવામાં ઉછળી
સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 20 ફૂટ સુધી હવામાં ઉછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી તેને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
ADVERTISEMENT