નવી દિલ્હી : દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.1 ની હોવાનું સામે આવ્યું છે. દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપના ઝટકાને કારણે લોકો બહાર દોડી આવ્યા હતા. રવિવાર રજાનો દિવસ હોવાથી સલોકો પોતાના ઘરે જ હતા.
ADVERTISEMENT
અઠવાડીયામાં સતત બીજી વખત ભૂકંપના ઝટકા
અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડીયામાં આ સતત બીજી વાર છે જ્યારે દિલ્હી-NCR માં ધરતીકંપના ઝટકા અનુભવાયા છે. હરિયાણાના અનેક હિસ્સાઓમાં ભૂકંપ આવ્યો છે. આ અગાઉ 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના ઝટકા લાગ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નિકળીને રસ્તા પર દોડી આવ્યા હતા.
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વિકેન્ડમાં ધરતીકંપના ઝટકા
આ અગાઉ 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના ઝટકા લાગ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે, લોકો પોતાના ઘરેથી નિકળીને રસ્તાઓ પર આવી ગયા. જો કે ભૂકંપના કોઇ પ્રકારના નુકસાનના સમાચાર હજી સુધી નથી મળ્યા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર દિલ્હી-NCR માં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના ઝટકા સાંજે 4.08 વાગ્યે અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદમાં હોવાનું સામે આવ્યું
ભૂકંપનુ કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું સામે આવ્યું છે. રવિવારે રજા હોવાના કારણે લોકો ઘરે હતા. જો કે જેવી ધરતી હલી તે સાથે લોકો બહાર ભાગી આવ્યા હતા.
ADVERTISEMENT