કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના રામનગર જિલ્લાના જોગનહલ્લી ગામની છે. જ્યાં એક વ્યક્તિએ પોતાના ફાર્મ હાઉસ પર 25 માનવ ખોપડી અને સેંકડો હાડકા સાથે ઝડપાયો હતો.
ADVERTISEMENT
25 માનવ ખોપડી અને હાડકાની ખુરશી મળી
એક ફાર્મ હાઉસમાં 25 માનવ ખોપડીઓ સાથે સેંકડો હાડકા મળ્યા હતા. આ જોઇને સ્થાનિક લોકો સાથે સાથે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટ અનુસાર બલરામ નામના એક વ્યક્તિએ તેને ગુપ્ત પુજા માટે એકત્રીત કર્યા હતા. આ કારણે આ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે. આ ઘટના રામાનગર જિલ્લાના જોગનહલ્લી ગામમાંથી સામે આવી છે.
સ્મશાન ઘાટમાં પુજા કરતો એક વ્યક્તિ દેખાયો
રવિવારે રાત્રે જોગનહલ્લી ગામના બલરામ નામના વ્યક્તિ સ્મશાન ઘાટમાં પુજા કરી રહ્યો હતો, ગામ લોકોએ તેને ત્યાં જોઇ લીધો. બલરામને આ પ્રકારે સ્મશાન ઘાટમાં જોઇને લોકોએ તુરંત જ પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળ પર દાખલ થઇ. પોલીસે પુજા કરી રહેલા બલરામની ધરપકડ કરી લીધી હતી. જ્યારેતેને પુછવામાં આવ્યું કે, તેઓ આ પ્રકારે શા માટે પુજા કરી રહ્યા છે તો અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. બલરામના ફાર્મ હાઉસ પર તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી.
ખોપડીઓ પર વિવિધ તંત્ર મંત્રની વિધિ કરાઇ
પોલીસ સર્ચ ઓપરેશન દરમિયાન ફાર્મ હાઉસ પર 25 માનવ ખોપડી અને સેંકડો હાડકા મળી આવ્યા. પોલીસે જોયું કે તે ખોપડીઓ પર હળદર, કેસર અને સફેદ લાઇનો જોા મળી હતી. પ્રાથમિક રીતે આ ગુપ્ત પુજા માટે એકત્ર કરાઇ હોવાનું સામે આવ્યું. પોલીસે કેસ દાખલ કરીને મામલે તપાસ કરી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની એક ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને પુરાવા એકત્ર કર્યા. FSL ની ટીમ ખોપડીઓ અને હાકડાની ઉંમર નક્કી કરવા માટે ખાસ ટેસ્ કરી રહી છે. હાડકાની બનેલી ખુરશી અને પલંગ જોઇને લોકો ચોંકી ગયા હતા.
ફાર્મ હાઉસનું નામ શ્રી સ્મશાન સંહિતા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બલરામ ખોપડી અને હાડકા તેના પૂર્વજોના સમયની છે. જો કે અધિકારીઓને શંકા છે કે, આ તમામ વસ્તુ ચારથી પાંચ વર્ષ પહેલાની છે. હાડકા સ્મશાનઘાટથી એકત્ર કરાયા હતા. બલરામે પોતાની જમીનમાં એક શેડ બનાવ્યું અને તેનું નામ શ્રી સ્મશાન સંહિતા રાખ્યું. સ્મશાનથી ખોપડીઓ અને હાડકા લાવીને તે તંત્ર મંત્ર કરતો હતો.
ADVERTISEMENT