‘ધર્મના નામ પર આપણે ક્યાં પહોંચી ગયા,’ હેટ સ્પીચ મામલામાં સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને શુક્રવારે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં કહ્યું કે 21મી સદીમાં એક ધર્મનિરપેક્ષ દેશ માટે આ પ્રકારના ભડકાઉ ભાષણ ચોંકાવનારા…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને શુક્રવારે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં કહ્યું કે 21મી સદીમાં એક ધર્મનિરપેક્ષ દેશ માટે આ પ્રકારના ભડકાઉ ભાષણ ચોંકાવનારા છે. અદાલતે કહ્યું કે પોલીસ હવે હેટ સ્પીચ મામલામાં ફરિયાદ દાખલ કરવાની રાહ જોયા વગર કાર્યવાહી કરે. આ મામલામાં કોઈપણ પ્રકારની નિષ્ક્રિયતા અદાલતની અવમાનના માનવામાં આવશે.

દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ પોલીસને નોટિસ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આમાં કોઈ પ્રકારની બેદરકારી થઈ તો અધિકારીઓ પર અવમાનનાની કાર્યવાહી થશે. મામલામાં ફરિયાદ કે એફઆઈઆર દાખલ નહીં થવા પર પણ પોલીસ જાતે સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે. અદાલતે આ મામલામાં દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ પોલીસને નોટિસ આપી છે.

પોલીસમાં ફરિયાદ કરાઈ પણ એક્શન નહીઃ કપિલ સિબ્બલ
ભડકાઉ ભાષણ મામલામાં સુનાવણી દરમિયાન અદાલતે અરજકર્તાને પુછ્યું કે શું ભડકાઉ ભાષણ આપનારાઓ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી કે સીધા કોર્ટમાં જ આવી ગચયા છો? અરજકર્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે પોલીસમાં ઘણી વખત ફરિયાદ કરવામાં આવી પરંતુ તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહીં.

તમે કાયદામંત્રી હતા ત્યારે શું કર્યુઃ કોર્ટે પુછ્યું
તેના પર જસ્ટિસ કેએમ જોસેફએ સિબ્બલને પુછ્યું કે જ્યારે આપ કાયદા મંત્રી હતા, ત્યારે આપે ભડકાઉ ભાષણને લઈને કોઈ પગલા લીધા હતા? તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે ભાજપ સાંસદ પ્રવેશ વર્મા મુસ્લિમોના બોયકોટની વાત કરે છે અને પોલીસ આ પ્રકારના કાર્યક્રમોમાં મુકદર્શક બનેલી રહી જાય છે.

અમે આવી સ્થિતિ પહેલા ન્હોતી જોઈઃ કોર્ટ
સુપ્રીમે સિબ્બલને પુછ્યું કે શું મુસ્લિમ પણ આ પ્રકારના ભડકાઉ ભાષણ આપી રહ્યા છે? તો તેના પર તેમણે કહ્યું કે બંને તરફથી આ પ્રકારની નિવેદનબાજી થઈ રહી છે. અદાલતે દેશમાં સતત થઈ રહેલા ભડકાઉ ભાષણની ઘટનાઓ પર કહ્યું કે એક ધર્મનિરપેક્ષ દેશ માટે આ સમય અત્યંત ચોંકાવનારો છે. શું આપણે ઉત્પીડનને જોતા રહીશું, જેમાં કોઈ પણ સમુદાયના સામે ફક્ત નિવેદનબાજી દેખાઈ રહી છે. અમે આવી સ્થિતિ પહેલા નથી જોઈ.

હેટ સ્પિચ આપનારાઓ સામે તાત્કાલીક પગલા ભરવાનો આદેશ
કોર્ટે કહ્યું કે આપણે ધર્મના નામ પર ક્યાં પહોંચી ગયા છીએ. આ પ્રકારના ભડકાઉ નિવેદનો સહન કરી શકાય તેમ નથી. ખરેખર સુપ્રીમ કોર્ટમાં દેશના મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા અને તેમને આતંકિત કરવાના વધી રહેલા જોખમોને રોકવા માટે તાત્કાલીક હસ્તક્ષેપની માગ કરનારી અરજી પર સુનાવણી થઈ રહી હતી. જસ્ટીસ કેએમ જોસેફ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠે કહ્યું કે હેટ સ્પીચ આપનારાઓ સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની જરૂર છે. અદાલતે કહ્યું કે આ પ્રકારના મામલાઓમાં ધર્મની ચિંતા કર્યા વગર કાર્યવાહી કરવી જોઈએ.

આપણે ઈશ્વરને કેટલો નાનો બનાવી દીધોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધૃણાનો માહોલ દેશભરમાં હાવી થઈ ગયો છે. આ પ્રકારના નિવેદનો વિચલિત કરનારા છે. આ નિવેદનોને સહન કરી શકાય નહીં. પીઠે કહ્યું કે આ 21મી સદીમાં શું થઈ રહ્યું છે. આપણે ધર્મના નામે ક્યાં પહોંચી ગયા છીએ. આપણે ઈશ્વરને કેટલો નાનો બનાવી દીધો છે.

    follow whatsapp