2000 અમેરિકી સૈનિકો એલર્ટ પર, ઇઝરાયેલ યુદ્ધનું સતત વિસ્તરી રહ્યું છે વર્તુંળ

વોશિંગ્ટન : અમેરિકાની તરફથી સૈનિકોને એલર્ટ પર રાખવાની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડેન ઇઝરાયેલની યાત્રા પર જઇ રહ્યા છે. વ્હાઇટ…

Israel war become world war

Israel war become world war

follow google news

વોશિંગ્ટન : અમેરિકાની તરફથી સૈનિકોને એલર્ટ પર રાખવાની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડેન ઇઝરાયેલની યાત્રા પર જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, બાઇડન શિખર બેઠક માટે જોર્ડન પણ જવાના છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વધતા સંઘર્ષને જોતા અમેરિકી સેનાએ પોતાના 2000 સૈનિકોને એલર્ટ પર રાખ્યા છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યમથક પેંટાગન તરફથીમંગળવારે આ માહિતી આપવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું કે, યુએસના સંરક્ષણ સચિવ લોડય ઓસ્ટિને કર્મચારીઓ અને અનેક યુનિટને તૈયાર રહેવા માટે આદેશ આપ્યો છે, જેથી તેઓ મધ્યપૂર્વમાં બદલાઇ રહેલા સુરક્ષા માહોલ અંગે તુરંત જ પ્રતિક્રિયા આપવામાં સક્ષમ થઇ શકે.

બાઇડેન જોર્ડન સાથે પણ મુલાકાત કરશે

અમેરિકન મીડિયા દ્વારા જણાવાયું કે, સૈનિક મેડિકલ સહાયતા અને વિસ્ફોટકોને પહોંચી વળવા માટે સહાયક ભુમિકાઓ નિભાવશે. જો કે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, હાલ કોઇ પણ દળને તહેનાત કરવાનો કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમેરિકા દ્વારા સૈનિકોને એલર્ટ પર રાખવાની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયેલની યાત્રા પર જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, બાઇડન શિખર બેઠક માટે જોર્ડન પણ જશે. જ્યાં તેઓ જોર્ડન તથા ઇઝરાયેલના રાષ્ટ્રાધ્યક્ષ અને ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ જો બાઇડેન ઇઝરાયેલની મુલાકાતે જશે

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરીન જ્યાં પિયરે કહ્યું કે, રાષ્ટ્રપતિ જો આર.બાઇડન જૂનિયર હમાસના નૃશંસ આતંકવાદી હુમલાને ધ્યાને રાખીને ઇઝરાયેલ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવા અને આગામી પગલા પર ચર્ચા કરવા માટે 18 ઓક્ટોબર એટલે કે બુધવારે ઇઝરાયેલ જશે. ત્યાર બાદ તેઓ જોર્ડનના અમ્માન જશે. અહીં તેઓ જોર્ડનના સુલ્તાન અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈન, ઇજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી અને ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ સાથે મુલાકાત કરશે.

ઇઝરાયેલ અને લેબનાન સીમા પર પણ સંઘર્ષ

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેડાયેલા યુદ્ધના વર્તુળો ધીરે ધીરે વિસ્તરી રહ્યા છે. લેબનાન અને ઇઝરાયેલની સીમા પર મંગળવારે ફરીથી સંઘર્ષ છેડાઇ ચુક્યો છે. ગાઝામાં લડાઇ શરૂ થવાની સાથે જ ઇઝરાયેલ અને લેબનાનના સશસ્ત્ર સમુહો વચ્ચે ઘર્ષણ શરૂ થઇ ગઇ હતી. મંગળવારે સવારે લેબનાનથી ફાયર થયેલીએન્ટી ટેંક મિસાઇલ ઉત્તરી ઇઝરાયેલના મેટુલામાં ખાબકી જેમાં 3 લોકો ઘાયલ થઇ ગયા હતા.

લેબનાન તરફથી મિસાઇલ હુમલાની જવાબાદારી કોઇએ સ્વિકારી નહી

લેબનાનના કોઇ સંગઠને તત્કાલ આ મિસાઇલ હુમલાની જવાબદારી નથી લીધી. જો કે મિસાઇલ હુમલામાં ઘાયલ થયેલા લોકો સૈનિકો છેકે સામાન્ય નાગરિક તે સ્પષ્ટતા નથી મળી. ઇઝરાયેલ લેબનાન સીમા પર રહેલા ક્ષેત્રોમાં રહેતા લોકોને વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપી ચુક્યા છે. ઇઝરાયલે દક્ષિણી લેબનાનમાં સીમાવર્તી ક્ષેત્રોમાં અનેક ફાયર કર્યા અને વ્હાઇટ ફોસ્ફરસ પણ છોડ્યું.

    follow whatsapp