ફિરોઝાબાદના મંદિરોનો ઇતિહાસ મુગલકાલીન શાસન સાથે જોડાયેલો રહ્યો છે. અહીંના એક જૈન મંદિરોમાંથી પ્રાચિનકાળની મુર્તિઓ નિકળતી રહે છે. હાલમાં જ શહેરથી દુર ફરિહામાં એક જૈન મંદિરમાં ખોદકામ દરમિયાન પ્રાચીનકાળની બે મૂર્તિ નિકળી હતી. બે હજાર વર્ષ જુની આ મૂર્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
અતિપ્રાચિન જિનાલયમાંથી મળી આવી મૂર્તિ
ફિરોઝાબાદના એક શ્રદ્ધાળુએ આ અંગે જણાવ્યું કે, શહેરના લગભગ 18 કિલોમીટર દુર ફરિહા ગામમાં એક પ્રાચીન જૈન મંદિર છે. જ્યાં વિવેક સાગર મહારાજજીને થોડા દિવસો પહેલા જ આભાસ થયો કે, આ મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓ છે. આ આધાર પર મહારાજજીની સાથે મંદિરનું ખોદકામ શરૂ થયું. આ દરમિયાન ત્યાં ચમત્કાર જોવા મળ્યો.ગર્ભગૃહમાંથી બે પ્રાચીન મૂર્તિઓ નિકળી. જેમાં એક મૂર્તિ લગભગ 3 ફુટની છે અને બીજી મૂર્તિ નાની છે જે સફેદ પત્થરમાંથી બનેલી છે.
જૈન મુનીને મૂર્તિનો થયો હતો આભાસ
મળતી માહિતી અનુસાર આ મૂર્તિઓ હજારો વર્ષ જુની છે. લોકોના અનુસાર 100 વર્ષ પહેલા આ મંદિર સમતલ હતું જો કે સમયની સાથે મંદિર ખુબ જ ઉંચુ ઉઠ્યું અને તેની અંદર વધારે ખોદતા વધારે મૂર્તિઓ પણ નિકળી શકે છે. આ ઉપરાંત લોકોએ જણાવ્યું કે, મુગલ શાસનમાં મંદિર તોડવા માટે તેના પર આક્રમણ કરાયું હતું. જેના કારણે મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહમાં છુપાવી દેવાઇ હતી. મહાવીર જૈન અને નેમિનાથ ભગવાનની આ મૂર્તિઓ છે.
હજારો વર્ષ જુની મૂર્તિ મળી આવતા લોકો દર્શન માટે ઉમટી પડ્યાં
જૈન મંદિરમાં જે બે મુર્તિઓ મળી છે તે હજારો વર્ષ જુની છે. જેમાં એક મૂર્તિ ભગવાન મહાવીરની છે. જે આશરે 3 ફૂટની છે. આ મૂર્તિની અંદર જ ત્રણ અન્ય ભગવાનની મુર્તિઓ પણ છે. સાથે જ દક્ષ દક્ષિણી પણ છે. આ ઉપરાંત બીજી મૂર્તિ ભગવાન નેમિનાથની છે જે સફેદ પાષાણની છે. જો કે આ મૂર્તિઓ ખંડિત છે જેના કારણે તેને કોઇ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી નથી. મુની મહારાજના આદેશ બાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેને સ્થાપિત કરવામાં આવશે. બીજી તરફ પુરાતત્વ વિભાગને પણ આ મૂર્તિઓ નિકળી હોવાની માહિતી આપી દેવાઇ છે.
ADVERTISEMENT