દાદાની કારના ટાયર નીચે ઘર આંગણે રમતો 2 વર્ષનો પૌત્ર કચડાયો, સામે આવ્યા હચમચાવતા CCTV

Kerala Accident: કેરળના કાસરગોડ જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. આ વિડિયો ખૂબ જ દર્દનાક છે અને તમે તેને જોઈને ચોંકી જશો. વીડિયોમાં દાદા…

gujarattak
follow google news

Kerala Accident: કેરળના કાસરગોડ જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. આ વિડિયો ખૂબ જ દર્દનાક છે અને તમે તેને જોઈને ચોંકી જશો. વીડિયોમાં દાદા તેમના ઘરની સામે કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે તેમનો પૌત્ર ત્યાં રમી રહ્યો હતો. દુર્ભાગ્યવશ, દાદા પૌત્રને રમતા જોઈ શક્યા નહીં અને બાળક પર કાર ચડાવી દીધી.

કાર પાર્ક કરવા જતા બાળક કચડાયું

દુર્ભાગ્યપૂર્ણ ઘટના ત્યારે બની જ્યારે કાર ફેરવતી વખતે દાદાએ અકસ્માતે કાર બાળક પર ચડાવી દીધી. ઘટના 10મી નવેમ્બરની છે. દોઢ વર્ષના બાળકની ઓળખ મસ્તુલ જીશાન તરીકે થઈ હતી. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

ઘરમાં લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ

વીડિયોમાં બાળક કારની સામે ઊભેલી જોવા મળે છે. વીડિયોમાં અન્ય એક બાળક જોવા મળી રહ્યો છે. જેણે આ સમગ્ર ઘટના જોઈ. જ્યારે બાળકે જોયું કે કારની નીચે બીજું બાળક આવી ગયું છે, ત્યારે તેણે તેના દાદાને તેના વિશે બુમો પાડીને કહેવાનું શરૂ કર્યું. ગંભીર અકસ્માતનો અહેસાસ થતાં મોટો બાળક કારની નીચે ફસાયેલા બાળકને બચાવવા માટે ઝડપથી ગયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી કાર આગળ આવે છે કે તરત જ નાનું બાળક કાર તરફ આગળ વધે છે. ત્યાં હાજર અન્ય એક બાળક કાર માટે જગ્યા બનાવવા માટે નજીકમાં પાર્ક કરેલી રમકડાની બાઇકને દૂર કરવા આગળ વધે છે. દરમિયાન કાર ચલાવતા દાદા કારને આગળ લઈ જાય છે. તેમને ખ્યાલ પણ નથી આવતો કે નાનું બાળક કારના પૈડા નીચે આવી ગયું છે.

દાદા સામે નોંધાઈ ફરિયાદ

આ પછી દાદા તરત જ કારમાંથી બહાર આવ્યા અને ઘાયલ બાળકને પોતાના હાથમાં લીધો, જ્યારે અન્ય એક વ્યક્તિ મદદ માટે આગળ આવ્યો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ વીડિયો લગભગ 24 સેકન્ડનો છે. ઘટના બાદ બાળકને તાત્કાલિક મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા.

    follow whatsapp