Chamoli Accident: ગત્ત થોડા દિવસોમાં ચમોલીમાં પુર અને વરસાદના કારણે સ્થિતિ ખુબ જ ખસતા બની છે. બીજી તરફ બુધવારે જિલ્લામાં અલકનંદાના (Alaknanda River) કિનારે એક મોટી દુર્ઘટના થઇ છે. જ્યાં ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે કરંટ લાગવાથી 17 લોકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટનામાં લોકોના મોત અંગે માહિતી મળતા ચમોલી એસપીએ આપી છે. ઘટનામાં સાત લોકો ગંભીર રીતે દાઝી પણ ગયા છે, જે પૈકી બેની સ્થિતિ ગંભીર છે.
ADVERTISEMENT
ભારે વરસાદ બાદ ઉતરાખંડના ચમોલી, હરિદ્વાર, રૂદ્રપ્રયાગ સહિત અનેક જિલ્લામાં પુરની સ્થિતિ છે. બીજી તરફ ચમોલીમાં બુધવારે અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે આશરે 15 લોકોનાં મોત થયા છે. ચમોલી એસપી પરમેન્દ્ર દોવલે આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે દ લોકોનાં મોત થઇ ચુક્યાં છે. જ્યારે દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ છે.
ઘાયલોની સારવાર ચાલી રહી છે
એસપી દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ઘાયલ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ઉતરાખંડના ડીજીપી અશોક કુમાર દ્વારા અપાયેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં ચોકી ઇન્ચાર્જનું પણ મોત નિપજ્યું છે. ચોકી ઇન્ચાર્જ બદરીનાખ હાઇવે પર તહેનાત હતા. મોત બાદ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે. સુત્રો અનુસાર ચમોલીમાં નમામિ ગંગે યોજના હેઠળ એક નિર્માણાધીન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન આ દુર્ઘટના થઇ છે.
અલકનંદા નદી હિમાલયથી નિકળીને ઉતરાખંડમાં ભાગીરથી નદીને મળે છે. અલકનંદા અને ભાગીરથીનો સંગમ દેવપ્રયાગમાં છે. સંગમ બાદ તેને ગંગા નદીના નામથી ઓળખાય છે. ગત્ત દિવસોમાં અલકનંદા નદીમાં જળસ્તર વધ્યા બાદ શ્રીનગર ડેમથી પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે જિલ્લા અધિકારી દ્વારા દેવપ્રયાગ, ઋષીકેશ અને હરિદ્વારમાં એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું હતું.
સબ ઇન્સ્પેક્ટર પ્રદીપ રાવત ચોકી પીપલકોટી
હોમગાર્ડ મુકંદે રામ, શ્યામદાસ રહે, હરમોની ચમોલી, ઉંમર 55
હોમગાર્ડ ગોપાલ ઉ. માધવ સિંહ, ગામ રૂપા ચમોલીના રહેવાસી, વય 57 વર્ષ.
હોમગાર્ડ સોબત લાલ નિવાસી ગામ પડુલી
સુમિત ઉમર 25 વર્ષ, રંગટોલી ચમોલી ગામનો રહેવાસી સ્વર્ગસ્થ ચંદ્ર સિંહ અસવાલ.
સુરેન્દ્ર, વિજય લાલ, રહે. હાર્મોની ચમોલી, ઉંમર 33
રંગટોલી ચમોલી, ઉંમર 25 વર્ષ
દેવીલાલ, અસીલ દાસ રહે. હરમાની, વય 45 વર્ષ.
યોગેન્દ્ર સિંઘ, મહિપાલ સિંઘ, હાર્મોની રહે
સુરેન્દ્ર સિંહ રાવત, સ્વ. ગોપાલ સિંહ રહે. હરમાની ઉંમર 38 વર્ષ.
મનોજ કુમાર રહેવાસી હાર્મની ઉંમર 38 વર્ષ
સુખદેવ ઉ.આલમ દાસ ગામ રંગટોલી ચમોલી ઉંમર 33 વર્ષ
પ્રમોદ કુમાર સુદામા લાલ રહે. હાર્મોની
દીપુ કુમાર, મહેન્દ્ર લાલ રહે. હાર્મની, ઉંમર- 33
મહિપાલ ઉ.વ. દુર્લપ સિંહ, રંગટોલી ગામનો રહેવાસી, ઉંમર- 60 વર્ષ
વિપિન, સોબત રહે, પટોલી ગોપેશ્વર, ઉંમર 26 વર્ષ
ADVERTISEMENT