- માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
- ડોલમાં ડૂબી જતાં 15 મહિનાના બાળકનું મોત
- પરિવારમાં છવાયો શોકનો માહોલ
હરિયાણાના ફરીદાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઘરના બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જતાં 15 મહિનાના બાળકનું મોત થયું છે. પરિવારે પોલીસને જણાવ્યું કે બાળક ઘરના અન્ય બાળકોની સાથે ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યો હતો અને અચાનક બાથરૂમમાં પહોંચી ગયો.
ADVERTISEMENT
પાણીની ડોલમાં મળ્યો મૃતદેહઃ પોલીસ
પોલીસે જણાવ્યું કે, ફરીદાબાદમાં ઘરના બાથરૂમમાં 15 મહિનાનો આયુષ નામનો બાળક પાણીની ડોલમાં ડૂબી ગયો, જેના કારણે તેનું મોત થયું. પરિવારે પોલીસને જણાવ્યું કે આયુષ ઘરમાં અન્ય બાળકોની સાથે ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યો હતો અને બાદમાં તેનો મૃતદેહ પાણીની ડોલમાંથી મળી આવ્યો હતો.
અન્ય બાળકોની સાથે ટીવી જોતો હતો આયુષ
પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્દિરા કોલોનીના રહેવાસી રમણ કુમારે જણાવ્યું કે તેમનો 15 મહિનાનો ભત્રીજો આયુષ શનિવારે મોડી સાંજે ઘરના અન્ય બાળકોની સાથે ટીવી જોતો હતો. આયુષના દાદા-દાદી તેમના રૂમમાં હતા, જ્યારે તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. આ દરમિયાન આયુષ અચાનક બાથરૂમમાં પહોંચી ગયો હતો. જ્યારે પરિવારજનો તેને શોધતા શોધતા બાથરૂમમાં ગયા ત્યારે તેનો મૃતદેહ ડોલમાંથી મળી આવ્યો.
તબીબોએ જાહેર કર્યો મૃત
પોલીસે જણાવ્યું કે, પરિવારજનો તાત્કાલિક આયુષને લઈને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT