રોહતક : હરિયાણાના રોહતકમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના બખેતા ગામમાં અજાણ્યા લોકો દ્વારા નહેરમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું. નહેરમાં પાણી પીવા માટે આવેલી 15 ભેંસોના મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત નાવા માટે ગયેલી 500 ભેંસો દાઝી ગઇ હોવાના સમાચાર છે. આ સાથે જ ભેંસો સાથે પાણીમાં ઉતરેલા કેટલાક સ્થાનિકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. સરપંચની ફરિયાદના પગલે પોલીસ દ્વારા અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગ્રામીણો આ ઘટના બાદ ખુબ જ ગુસ્સામાં છે. ઘટના અંગે રોહતક એસપીને પણ ગ્રામીણો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરીને ઝડપથી તપાસ પુર્ણ કરવા માટેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આરોપીની માહિતી મેળવીને ઝડપથી તેની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. ગ્રામીણોને કેમિકલના સેમ્પલ પોતે જ તપાસવા માટે મોકલવા પડ્યા. હાલ સમગ્ર ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
બખેતા ગામના સરપંચ ચાંદ સિંહે કહ્યું કે, ગામના તમામ લોકો પશુઓને પાણી પીવડાવે છે, નવડાવે છે. અચાનક નહેરમાં ઉતરવાથી ભેંસો દાઝી ગઇ હતી અને તડપવા લાગી હતી. તેમને બચાવવા ગયેલા તેમને ચરાવનારા લોકો પણ દાઝી ગયા હતા. કોઇ વ્યક્તિ દ્વારા નહેરમાં ખુબ જ હાનીકારક કેમિકલ નાખી દેવાયું હતું. જેના કારણે 15 ગાયોના પણ મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT