મિચૌંગ તોફાનના કારણે 144 ટ્રેન રદ્દ, તમિલનાડુમાં SDRF, 5 ડિસેમ્બરે થશે લેંડફોલ

ચેન્નાઇ : હવામાન વિભાગે (IMD) આંધ્રપ્રદેશ અને કિનારાના વિસ્તારો માટે ચક્રવાતનું એલર્ટ ઇશ્યું કર્યું છે. આ તોફાનનું નામ મિચૌંગ રાખવામાં આવ્યું છે. IMD ના અનુસાર…

Train cancel

Train cancel

follow google news

ચેન્નાઇ : હવામાન વિભાગે (IMD) આંધ્રપ્રદેશ અને કિનારાના વિસ્તારો માટે ચક્રવાતનું એલર્ટ ઇશ્યું કર્યું છે. આ તોફાનનું નામ મિચૌંગ રાખવામાં આવ્યું છે. IMD ના અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણનું ક્ષેત્ર 2 ડિસેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ચુક્યું છે. આગામી 12 કલાકમાં આ તોફાનમાં બદલાઇ જશે. 4 ડિસેમ્બરે બપોર સુધીમાં તે આંધ્રપ્રદેશ અને આસપાસના ઉત્તરી તમિલનાડુના કિનારાની નજીક પહોંચી જશે. ત્યાર બાદ તે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેંડફોલ કરશે.

સાઇક્લોનને જોતા સાઉથ સેન્ટ્રલ રેલવેએ 144 ટ્રેન રદ્દ કરી દીધી છે. તેમાં 118 ટ્રેન લોંગ રૂટની છે. બીજી તરફ તમિલનાડુમાં SDRF ના 100 જવાનો તહેનાત છે.

નેલ્લોર અને મછલીપટ્ટનમ કિનારા વચ્ચે લેન્ડફોલ

હવામાન વિભાગના અનુસાર 5 ડિસેમ્બરના સવારે તોફાન આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ કિનારે લેન્ડફોલ કરશે. તે સમયે તોફાનની સ્પીડ 80-90 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ 100 કિલોમીટર પ્રતિકલાકના સમય સુધી પહોંચી શકે છે.

કયા રૂટની કઇ ટ્રેન રદ્દ

તોફાનના કારણે સેન્ટ્રલ રેલવેએ 3થી7 ડિસેમ્બર વચ્ચે ચાલતી 144 ટ્રેન રદ્દ કરી છે. રેલવે અધિકારીઓના અનુસાર તમિલનાડુ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનઉ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી સહિત અન્ય રૂટ પર ચાલતી ટ્રેનો રદ્દ થઇ ચુકી છે.

રદ્દ કરવામાં આવેલી ટ્રેનોમાં વિજયવાડા જનશતાબ્દિ, નિઝામુદ્દીન ચેન્નાઇ દુરાંતો, ગયા ચેન્નાઇ એક્સપ્રેસ, બરૌની-કોયમ્બતુર સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે.

ત્રણ રાજ્યોમાં તોફાની એલર્ટ, પુડુચેરીમાં શાળાઓમાં રજા

તમિલનાડુ: તમિલનાડુના તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, ચેન્નાઇ, તેનકાસી, થુથુકુડી, તિરુનેલવેલી અને કન્યાકુમારી જિલ્લા સહિત પાંચ કરતા વધારે જિલ્લામાં મધ્યમ વરસાદની સાથે વિજળી પડવાની સંભાવના છે.

આંધ્રપ્રદેશ : આંધ્રપ્રદેશના રાયલસીમામાં મોટા ભાગના સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ, 3 અને 4 ડિસેમ્બરના રોજ અલગ-અલગ સ્થલો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓરિસ્સા : 4-5 ડિસેમ્બરે ઓરિસ્સાના કિનારા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે ઓરિસ્સાના સાત કિનારાના જિલ્લા બાલરોસ, ભદ્રક, કેંદ્રપાડા, જગતસિંહપુર, પુરી, ખુર્દા અને ગંજામને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

તોફાનના કારણે 4 ડિસેમ્બરે પુડુચેરી, કરાઇકલ અને યાનમ વિસ્તારની તમામ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પુડુચેરી સરકારની તરફથી તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

તોફાન મિચૌંગ નામ કોણે આપ્યું

મિચૌંગ તોફાન નામ મ્યાંમારે આપ્યું છે. મિચોંગનો અર્થ થાય છે શક્તિ અને લચીલાપણું. મિચૌગ સાઇક્લાન વર્ષ 2023 માં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચોથું અને હિંદ સાગરમાં બનેલું છઠ્ઠું તોફાન છે.

    follow whatsapp