UKraine Russia War: આશરે દોઢ વર્ષથી ચાલી રહેલી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પુર્ણ થાય તેવી શક્યતાઓ દુર દુર સુધી દેખાઇ નથી રહી. આ યુદ્ધ હવે ખુબ જ ખતરનાક બની શકે છે. પહેલા જ્યાં રશિયા યુક્રેનના સુંદર શહેરો જમીન અને હવાઇ હુમલાઓ કરી રહ્યું હતું હવે યુક્રેન આક્રમક રીતે હુમલાઓ કરી રહ્યું છે. જુલાઇના મહિનામાં યુક્રેન રશિયાની રાજધાની અને દેશના સૌથી સુરક્ષીત સ્થળોમાં એક મોસ્કો પર ત્રણ વખત હુમલો કરી ચુક્યું છે. યુક્રેને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા કે તે હવે રશિયાને ઘરમાં ઘુસીને તેનો બદલો લેશે.
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેન્સીએ વીડિયો જાહેર કરીને રશિયાની રાજદાની મોસ્કો પર હુમલાની જવાબદારી લીધી અને તેને યોગ્ય ગણાવ્યો હતો. ચેતવણી પણ ઉચ્ચારી કે, યુક્રેન હવે રશિયન શહેરોમાં વિસ્ફોટો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, હવે રશિયાના શહેરોનો વારો છે. આ ઉપરાંત તેમણે ચેતવણી પણ ઉચ્ચારી કે રશિયાના 14 શહેરોને દહેલાવવાનું પ્લાનિંગ છે. તેના માટેનો દિવસ પણ નિર્ધારિત થઇ ચુક્યો છે. યુક્રેનના ઘાતક પગલાની આહટથી ગભરાયેલા પુતિને હવે શાંતિની વાત કરવાની શરૂ કરી દીધી છે.
અમેરિકા અને યુરોપિય દેશોની મદદથી યુક્રેન ગત્ત દોઢ વર્ષથી રશિયાની શક્તિનો સામનો કરી રહ્યું છે. હવે યુક્રેને મોસ્કોમાં હવાઇ સ્ટ્રાઇકથી પોતાના ખતરનાક ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડોમિર જેલેન્સકી હવે આક્રમક જોવા મળી રહ્યા છે. રશિયન સેના પાછી હીટ રહી હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.
શું છે યુક્રેનનો ખતરનાક પ્લાન?
રશિયાની સરકારને શંકા છે કે યુક્રેન આગામી સ્વતંત્રતા દિવસ 24 ઓગસ્ટ સુધી 14 રશિયન શહેરોમાં વિસ્ફોટ કરી શકે છે. એવું માહિતી મળી છે કે, યુક્રેન રશિયાના દક્ષિણમાં કાળા સાગરથી માંડીને ઉત્તરમાં મોસ્કો અને સેંટ પીટરબર્ગ સુધીના શહેરોને દહેલાવવાની યોજના બનાવી રહ્યું છે. આ અગાઉ ટ્રાયલ તરીકે યુક્રેને મોસ્કો પર એક મહિનાની અંતર ત્રણ મોટા ડ્રોન એટેક કરીને પોતાના ખતરનાક ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે.
યુક્રેનના ડ્રોન એટેકમાં રશિયન અધિકારીનું મોત
યુક્રેને દાવો કર્યો કે, ગત્ત રવિવારે મોસ્કો શહેરમાં એક બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવાયું હતું. જેમાં આર્થિક વિકાસના મંત્રાલયને તબાહ કરી દેવામાં આવ્યું. હુમલા દરમિયાન ઇમારતમાં રશિયાનો એક મોટો અધિકારી ઉપરાંત અનેક કર્મચારીઓના મોતની પણ આશંકા છે. આને રશિયાની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT