ચીનમાં ભયાનક ભૂકંપના આંચકા 127 લોકોનાં મોત, 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ચીનમાં જોરદાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે અને 127 થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત…

Earthquake in China

Earthquake in China

follow google news

નવી દિલ્હીઃ ચીનમાં જોરદાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે અને 127 થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. ચીનમાં મધરાતે ધરતી ધ્રૂજ્યા બાદ આજે વહેલી સવારે ફરી એકવાર આફ્ટર શોકના આંચકા અનુભવાયા હતા. માત્ર ચીન જ નહીં, અફઘાનિસ્તાન, મ્યાનમાર, લદ્દાખના કારગિલ અને આંદામાન સમુદ્રમાં પણ ગઈ રાતથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. દરેક જગ્યાએ અલગ-અલગ તીવ્રતાના ધરતીકંપો આવ્યા છે.

ચીનમાં ભૂકંપના કારણે સર્જાઇ તબાહી

જો કે ચીનમાં આવેલા ભૂકંપમાં સૌથી વધુ તબાહી થઈ હતી. ચીનમાં મધ્યરાત્રિએ આવેલા 6.2 ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 111 થી વધુ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ઓલઆઉટ અભિયાનની જાહેરાત કરી છે.

ચીનમાં પ્રથમ ધરતીકંપ

ચીનમાં પહેલો ભૂકંપ સોમવારે મધ્યરાત્રિએ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. આ ભૂકંપના કારણે ચીનમાં ભારે તબાહી સર્જાઈ છે અને અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને રસ્તાઓ પર તિરાડો દેખાઈ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપના કારણે થયેલી તબાહીને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવાના નિર્દેશ આપ્યા છે. ચીનમાં આ ભૂકંપ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં આવ્યો હતો.

ચીનમાં બીજો ભૂકંપ

ચીનમાં મંગળવારે વહેલી સવારે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શિનજિયાંગ પ્રાંતમાં મંગળવારે સવારે 7.16 કલાકે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 118 કિમી નોંધાઈ હતી. જો કે આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

અફઘાનિસ્તાનમાં ભૂકંપ

અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં પણ આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના હિન્દુ કુશમાં આજે સવારે 06:44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. તેની ઊંડાઈ 161 કિમી હતી.

    follow whatsapp