Accident News: દેશમાં આજે બે અલગ-અલગ અકસ્માતમાં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. તો કૂલ 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈન્દોર અમદાવાદ હાઈવે પર એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર 8 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ ચેન્નાઈ-ત્રિતી નેશનલ હાઈવે પર બસને અકસ્માત નડ્યો છે, પ્રવાસીઓથી ભરેલી બસ ટ્રક સાથે અથડાતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
ADVERTISEMENT
કાર ટ્રક સાથે અથડાતા 8 લોકોના મોત
મળતી માહિતી અનુસાર, ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ઈન્દોર નજીક બેટમામાં ફોર લેન પર પાર્ક કરેલી ટ્રેકની પાછળ મોડી રાતે 10.30 વાગ્યાની આસપાસ એક બોલેરો કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ગુના તરફ જઈ રહ્યા હતા મૃતકો
પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બોલેરો કારઅકસ્માતનો ભોગ બની છે અને કારમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના મોત થયા છે. તમામ લોકો ગુના તરફ જઈ રહ્યા હતા.
ઓવરટેક કરતા બસનો સર્જાયો અકસ્માત
ચેન્નાઈ-ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમ ખાતે ઓવરટેક કરતી વખતે બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. તો 15થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલ ખાતે ળઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT