છત્તીસગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીંના બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો બુકડો બોલી ગયો હતો અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 એક જ પરિવારના હતા. મૃત્યુ પામેલાઓમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
ADVERTISEMENT
દુર્ઘટના કાંકેર નેશનલ હાઈવે પર જાગતરા પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નમાં હાજરી આપવા માટે બોલેરોમાં સવાર પરિવાર ધમતરીના સોરમ ગામથી મારકટોલા જઈ રહ્યો હતો. પરંતુ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે, આ ઘટના બુધવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા માટે માર્કટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકે હોસ્પિટલમાં જતી વખતે જીવ ગુમાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “હમણાં જ જાણ કરવામાં આવી છે કે બાલોદના પુરુર અને ચારમા વચ્ચે બાલોદગાહાન નજીક લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા છે અને બાળકીની હાલત ગંભીર છે.” ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે. હું ઘાયલ છોકરીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
ADVERTISEMENT