Pakistan Terrorist Murder Case Updates: ભારતના દુશ્મનોનો આપમેળે ખાત્મો થઈ રહ્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરોમાંથી એક અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર મારવામાં આવ્યો છે. એક સપ્તાહની અંદર ભારતના મોસ્ટ વોન્ટેડની આ બીજી હત્યા છે. જ્યારે આ વર્ષે 11 મહિનામાં 11 આતંકવાદીઓનો ખાત્મો થયો છે. આ તમામ લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, અલ બદર જેવા ભયાનક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો હતો. આ માટે તેઓ આતંકનો અડ્ડો ચલાવતા હતા.
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે તમામ આતંકીઓને અજાણ્યા શખ્સોએ ઠાર માર્યા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભનક પણ ન પડી. આ આતંકવાદીઓમાંથી કેટલાક મુંબઈ હુમલામાં સામેલ હતા, તો કેટલાક જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા હતા.
જાણો ક્યારે-ક્યારે માર્યા ગયા દુશ્મનો
05 નવેમ્બર: લશ્કરના કમાન્ડર ખ્વાજા શાહિદને PoKમાં તેના ઘરેથી અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા. બાદમાં તેનું કપાયેલું માથું PoKમાં નિયંત્રણ રેખાની પાસે મળી આવ્યું હતું. શાહિદ જમ્મુ અને કાશ્મીરમાં 2018માં સુંજવાન ખાતે આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડોમાંથી એક હતો.
10 ઓક્ટોબર: 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર ફિદાયીન ટુકડીના મુખ્ય સંચાલક જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનના સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.
01 ઓક્ટોબર: 26/11ના મુંબઈ આતંકી હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકને ગુલશન-એ-ઓમર મદરેસામાં ઠાર કરવામાં આવ્યો હતો.
09 સપ્ટેમ્બરઃ PoKના રાવલકોટમાં અલ કુદ્દુસ મસ્જિદની બહાર લશ્કર-એ-તૈયબાના કમાન્ડર રિયાઝ અહેમદની હત્યા કરાઈ હતી. તે પીઓકેમાં લશ્કરની ભરતીનું કામ સંભાળતો હતો.
29 સપ્ટેમ્બરઃ લશ્કર-એ-તૈયબાના આતંકી મૌલાના ઝિયાઉર રહેમાનની કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
6 મે: પાકિસ્તાનના લાહોરમાં અજાણ્યા હત્યારાઓએ વોન્ટેડ આતંકવાદી અને ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના વડા પરમજીતસિંહ પંજવારની તેના નિવાસસ્થાન પાસે હત્યા કરી નાખી હતી. તે ડ્ર્ગ્સની તસ્કરીમાં પણ એક્ટિવ હતો.
4 માર્ચ: આતંકી સૈયદ નૂર શાલોબરને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અજાણ્યા લોકોએ ઠાર માર્યો હતો. તે પાકિસ્તાની સેના અને ISI સાથે મળીને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો.
26 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં અલ બદરના પૂર્વ કમાન્ડર સૈયદ ખાલિદ રઝાની કરાચીમાં તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અલ બદર એક કટ્ટરવાદી સંગઠન છે. તે કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને ઘટનાઓને અંજામ આપે છે.
22 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાનના કાબુલમાં એજાજ અહમદ અહંગરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એજાજ ભારતમાં ઈસ્લામિક સ્ટેટને ફરી શરૂ કરવા માટે અલ કાયદાના સંપર્કમાં હતો. તે આતંકવાદના પુસ્તક તરીકે પ્રખ્યાત હતો.
20 ફેબ્રુઆરી: હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચિંગ કમાન્ડર બશીર અહેમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમને રાવલપિંડીમાં ગોળી મારમાં આવી હતી. તે જમ્મુ-કાશ્મીરના કુપવાડાનો રહેવાસી હતો.
ADVERTISEMENT