ઉત્તર પ્રદેશ: 17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતિક અહેમદ તથા તેના 3 સાગરીતોને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપી હતા. જેમાંથી 1નું મોત થયું છે. કોર્ટે અતિક અહેમદ સહિત 3 આરોપીઓનો આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે તેના ભાઈ અશરફ સહિત 7 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. આ પહેલા સોમવારે અતિક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
17 વર્ષ જૂનો શું મામલો હતો?
આપને જણાવી દઈએ કે 25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતિક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અતિક અહેમદે અપહરણ કર્યું હતું. તેને હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે 28 ફેબ્રુઆરી, 2006ના રોજ તેનું બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેણે પીછેહઠ કરવાનો અને અતિક અહેમદના દબાણ સામે ઝૂકી જવાનો ઇનકાર કર્યો હતો.
1 વર્ષ બાદ ઉમેશે નોંધાવી હતી ફરિયાદ
એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદ એક વર્ષ બાદ 5 જુલાઈ, 2007ના રોજ પોલીસે અતિક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી. પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 17 માર્ચે સુનાવણી પૂરી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ 23 માર્ચે અતીકને હાજર કરવાનો આદેશ જારી કર્યો હતો.
ADVERTISEMENT