ભારતથી તાઇવાન જશે 1 લાખ શ્રમીક? US ના રિપોર્ટ પર હોબાળા બાદ સ્પષ્ટતા

તાઇપે : તાઇવાનના શ્રમ મંત્રી સૂ મિંગ ચૂનની તરફથી અમેરિકાના તે રિપોર્ટ પર સ્પષ્ટતા આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતથી તાઇવાન માટે…

Indian Workers go to taiwan

Indian Workers go to taiwan

follow google news

તાઇપે : તાઇવાનના શ્રમ મંત્રી સૂ મિંગ ચૂનની તરફથી અમેરિકાના તે રિપોર્ટ પર સ્પષ્ટતા આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતથી તાઇવાન માટે 1 લાખ મજુર જશે. આ મામલે સૂ મિંગ ચૂને કહ્યું કે, અમારી સરકારની ભારતથી 1 લાખ પ્રવાસી મજુરોને તાઇવાન લાવવાની યોજના નથી. તેમણે કહ્યું કે,આ મુદ્દો રોજગાર સહયોગ અંગેનો વિષય છે. સૂ મિંગ ચેને એટલે સુધી કીધું કે, તાઇવાને પ્રવાસી શ્રમિકોને લાવવા માટે ભારતની સાથે કોઇ સમજુતી (MoU) સાઇન નથી કર્યા.

સૂ-મિંગ-ચૂને ભારપૂર્વક કહ્યું કે તાઇવાન દ્વારા 1 લાખ ભારતીય શ્રમીકો માટે પોતાના દરવાજા ખોલવાની માંગ અંગે કરવામાં આવેલો કોઇ પણ દાવો નકલી છે. તેમણે કહ્યું કે, આ દાવો ચૂંટણી લાક્ષ માટે લોકોના મંતવ્યમાં હેરફેર કરવા માટે ખોટા ઇરાદાના લોકો દ્વારા કરવામાં આવ્યા છે. સૂ મિંગ કી આ ટિપ્પણી કુઓમિતાંગ (KMT) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ ઇહ દ્વારા અપાયેલા નિવેદન સંદર્ભે આવી છે.

સમાચાર એજન્સી ANI ના અનુસાર CNN ના રિપોર્ટ અનુસાર સૂ મિંગ ચૂનનું નિવેદન KMT ની તરફથી નામાંકિત હોઉ દ્વારા એક મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યા બાદ આવ્યો છે, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા માટે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવી ચુક્યા છે.

આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, એમ્પલોઇ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઇ રહી હતી. તાઇવાનની કેન્દ્રીય સમાચાર એજન્સી CNA એ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અમેરિકી મીડિયા રિપોર્ટ દ્વારા દાવો કર્યો હતો કે, તાઇવામાં 1 લાખ કરતા વધારે ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવાની સમજુતી પર આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.

    follow whatsapp