એક તરફ લોકસભા ચૂંટણી નજીકમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં એન્ટ્રી કરી ચૂકી છે, ત્યારે કોંગ્રેસને એક પછી એક ઝાટકા ગુજરાતમાં વાગી રહ્યા છે. મંગળવારે અર્જુન મોઢવાડિયાની સાથે અંબરીશ ડેરે પણ ગાંધીનગરમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા. આ પછી બીજા જ દિવસે અમરેલીમાં અંબરીશ ડેરે સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર પાટીલે ધારાસભ્ય હિરા સોલંકીને ઈશારામાં એક વાત કહી હતી. જુઓ સી.આર પાટીલે શું કહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT