લોકસભા ચૂંટણી માટે ભાજપે ગઈકાલે તેની પહેલી ઉમેદવારોની સૂચિ બહાર પાડી છે. કુલ 195 બેઠકોની યાદીમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોને જાહેર કરી જે લોકમૂખે ચર્ચા હતી એને સાચી ઠેરવી છે. રાજ્યની બહાર પાડેલી 15 ઉમેદવારોની સૂચિમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા તો 5 નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. જેમાં કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પર રેખા ચૌધરી, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા, જામનગર બેઠક પર પૂનમ માડમ, આણંદ બેઠક પર મિતેશ પટેલ, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલ સિંહ જાદવ, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવા અને નવસારી બેઠક પર ચોથી વખત સી આર પાટીલને ઉમેદવાર બનાવ્યા છે.
ADVERTISEMENT
ત્યારે ભાજપ દ્વારા બોરડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવાને ટિકિટ મળતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. ટિકિટ મળ્યા બાદ ગુજરાત તક સાથે વાતચીત કરતા પ્રભુભાઈ વસાવાએ શું કહ્યું ચાલો જાણીએ....
ADVERTISEMENT