Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી છે. ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે અનેક મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં 7 જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ ખેડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT