Bharuch માં કોંગ્રેસના નેતાઓ નારાજ, શું વધશે Chaitar Vasavaની મુશ્કેલી?

Gujarat Tak

27 Feb 2024 (अपडेटेड: Feb 27 2024 3:22 PM)

ગુજરાતની ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બંને બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

follow google news

ગુજરાતની ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બંને બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ હવે ભરૂચની બેઠક ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે અહીંથી AAPએ ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું છે. ભરૂચ બેઠક પર ગઠબંધન થયા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થઈ ગયા છે. વાત એટલે સુધી પહોંચી ગઈ છે કે કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને લડી લેવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસની માંગ છે કે ઉમેદવાર કોઈ પણ હોય પણ કોંગ્રેસના ચિન્હ પર જ ચૂંટણી લડાવી જોઈએ.

    follow whatsapp