લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટઉદેપુરના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા સહિત તેમના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, આવતા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પસાર થવાની છે. જોકે, તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT