અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આક્રમક પ્રચાર કરનાર યુવરાજ સિંહ જાડેજા ફરી એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. વિધ્યાર્થીના પ્રશ્ને લડત આપનાર યુવરાજસિંહ જાડેજા ફરી મેદાને આવ્યા છે. એક જ દિવસે બે પરીક્ષાનું આયોજન મુદ્દે યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોના વહારે આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગણી કરી છે.
ADVERTISEMENT
રાજ્યમાં અનેક વખત એક સાથે બે પરીક્ષાનું આયોજન થઈ ચૂક્યું છે અને ઉમેદવારોએ એક પરીક્ષા જતી કરવી પડતી હોય છે. ત્યારે આવા સંજોગોમાં રાજ્યમાં ફરી એક વખત એક સાથે બે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GSSSBને કરી રજૂઆત કરી ગુજરાત પંચાયત પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું.
આ પરીક્ષા એક સાથે યોજાશે
જુનિયર ક્લાર્કની 8 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની છે 29 જાન્યુઆરીએ તલાટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 અને 29 જાન્યુઆરીએ GPSC ની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે પરીક્ષા હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે.
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા
ગુજરાતમાં પેપલ લીક મામલે યુવરાજસિંહ જાડેજા સતત લડત આપી રહ્યા છે. ત્યારે વધુ એક વખત યુવરાજ સિંહ જાડેજાએ સરકાર સામે સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે હેડ ક્લાર્ક પેપર લિક ઘટના ને એક વર્ષ પૂર્ણ થયું છે અને તત્કાલીન મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધી ને છોડીશું નહી, એક મહિના ની અંદર સજા થશે !શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ? હકદારને હક મળશે? મહેનેતું ને મહેનતનો કોળિયો મળશે?
ટ્વિટ કરી ઊઠવ્યા સવાલ
આજે એક વર્ષ પૂર્ણ. જે લોકો આ બાબતને છવરનાર હતા તેમની રાજકીય નિમણુંક પણ થઈ ગઈ ! દાખલારૂપ કાર્યવાહી હજી સુધી કોઈ થઈ નથી. ચમરબંધી કેટલા પકડ્યા અને કેટલા છૂટી ગયા તે તો સરકારી ચોપડા જ જાણે ! શું સિસ્ટમ માં ક્યારેય સુધારો થશે ? હકદાર ને હક મળશે? મહેનેતું ને મહેનત નો કોળિયો મળશે?
ADVERTISEMENT